For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ રોડ પર પ્રોગ્રેસિવ મોટર વર્કશોપમાં સ્ટોરરૂમનું તાળું તોડી રૂા.1.60 લાખની ચોરી

04:36 PM Sep 12, 2024 IST | admin
ગોંડલ રોડ પર પ્રોગ્રેસિવ મોટર વર્કશોપમાં સ્ટોરરૂમનું તાળું તોડી રૂા 1 60 લાખની ચોરી

તસ્કર જેસીબીના સ્પેર પાર્ટસ, 4 ક્લચ પેક ચોરી ગયો: CCTVફૂટેઝના આધારે તપાસ

Advertisement

ગોંડલ રોડ ઉપર આવેલા પ્રોગેસીવ મોટર પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં તસ્કરો ત્રાટકીયા હતા અને સ્ટોરરૂમનું તાળુ તોડી જેસીબીના સ્પેર પાર્ટસ 4 ક્લચ રૂા.1.60 લાખ ચોરી ર્ક્યાની માલવીયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વધુ વિગતો મુજબ ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોક પાછળ ગીતાનગરમાં રહેતા હરવિંદસિંહ ચંદસિંહ સિંધી નામના યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે ગોંડલ રોડ પર આવેલા પ્રોગેસીવ મોટર પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં વર્કશોપ ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે. ગઇ તા.18ના રોજ પોતે પોતાના વર્કશોપમાં હતા ત્યારે એક ભાઇ મોરબી મહાનગરપાલિકાની જેસીબી મશિન રીપેરીંગ કરવા આપવા આવ્યા હતા અને ત્યાર બાદ ફરિયાદી હરવિંદસિંહએ જેસીબીના સ્પેર પાર્ટસ અને ક્લબ પેક સ્ટોરરૂમમાં રાખ્યા હતા. તેમજ તે દિવસે રવિવાર હોય જેથી બપોરે બાર વાગ્યે વર્કશોપ બંધ કરી દીધો હતો.

Advertisement

ત્યાર બાદ તા.10/9ના રોજ સવારે અગ્યારેક વાગ્યે વર્કશોપના મેનેજર અમિતભાઇ, નિખિલભાઇ પરમાર, રજતભાઇ ધોળકીયા અને આરીફભાઇ સહિતના વર્કશોપ ખાતે હાજર હતા ત્યારે સ્ટોરરૂમમાં રાખેલા જેસીબી મશીનના સ્પેર પાર્ટસ રીપેરીંગ કરવા માટે લેવા ગયા બાદ વર્કશોપના પાછળનો દરવાજો કોઇએ તોળી નાખ્યાનું જાણવા મળ્યું હતું.

ત્યાર બાદ અંદર ક્યાંય જેસીબીના સ્પેર પાર્ટસ જોવામાં આવ્યા નહીં જેથી ચોરી થયાનું માલુમ પડતા વર્કશોપના જનરલ મેનેજરની સાથે વાત કરી માલવીયા નગર પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે સીસીટીવી ફૂટેજના પરથી તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement