રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

TRP અગ્નિકાંડના મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને 1.59 કરોડની સહાય ચૂકવાઈ

03:40 PM Jul 11, 2024 IST | admin
Advertisement

કેન્દ્ર સરકારની અડધો ડઝન જેટલી અન્ય યોજનાઓને પણ વારસદારને લાભ મળશે

Advertisement

નાનામૌવા નજીક આવેલ ટીઆરપીગેમઝોનમાં લાગેલી ભીષણ આગને કારમે 27 વ્યક્તિઓ બળીને ભડથુ થયા છે ત્યારે આ બનાવની તપાસ ચાલી રહી છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રાહતફંડમાંથી મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને અત્યાર સુધીમાં 1.59 કરોડની સહાય ચુકવી દેવામાં આવી છે. અને હજુ અન્ય અડધો ડઝન જેટલા લાભો વારસદારોને આપવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

રાજકોટના નાનામૌવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં દોઢ મહિના પહેલા લાગેલી ભીષણ આગમાં સંચાલક સહિત 27 વ્યક્તિઓ આગમા બળીને ભડથુ થઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીને મૃતકોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાનના રાહત ફંડમાંથી મૃતકોને બે લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી હતી.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કેસડોલ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારે મૃતકોના વારસદારો પાસેથી બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો મેળવી મુખ્યમંત્રી રાહતફંડ અને વડાપ્રધાનના રાહતફંડમાંથી 26 મૃતકોને સહાય પેટે 1.56 કરોડ અને ત્રણ ઈજાગ્રસ્તોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 50-50 હજાર સહાય ચુકવી છે. આમ કુલ 1.59 કરોડની સહાય ચુકવી દેવામાં આવી છે.

આ ઉપરાંત ટીઆરપી ગેમઝોનમાં જે મહિલાઓ વિધવા બની છે. તેમને દર મહિને 1250 સહાય ચુકવવામાં આવશે. જેમાં પાંચ વારસદારો છે. જ્યારે વિદ્યાર્થી સુરક્ષા નિધિમાં એક લાભાર્થીને એક લાખ 14 જેટલા ખાતેદાર ખેડુતોને અકસ્માત યોજનામાંથી બે-બે લાખ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મરણોતર સહાય યોજનામાંતી બે લાભાર્થીઅને 5-5 હજાર, ઈ-શ્રમ કાર્ડ ધરાવતા એક લાભાર્થીને શ્રમ અને રોજગાર યોજના હેઠળ એક લાભાર્થીને બે લાખ તેમજ આરોગ્ય અને પુરવઠા વિભાગ દ્વારા 14 જેટલા લાભાર્થીઓને એનએફએસ કાર્ડ આપવામાં આવશે. આ સહાય આપવાની કામગીરી ચાલી રહી છે.

Tags :
donatefiregujaratgujarat newsrajkotrajkot newstrpgamezone
Advertisement
Next Article
Advertisement