આવતીકાલે 178 સોસાયટીના 1.50 લાખ લોકો તરસ્યા રહેશે
આવતી કાલે રાજકોટના મવડી વિસ્તારમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટરવર્કસ શાખા દ્વારા યાદી બહાર પાડીને જણાવાયું છે કે, આવતી કાલે 178 સોસાયટીમાં પાણીકાપ લાદવામાં આવશે. આ સોસાયટીમાં અંદાજીત દોઢ લાખથી વધુ લોકો પાણી વિના તરસ્યા રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવતા વોર્ડ નં.8(પાર્ટ), 10(પાર્ટ), 11(પાર્ટ), 12(પાર્ટ), 13(પાર્ટ)ના વિસ્તારોમાં તા.08/04/2025 ને મંગળવાર ના રોજ પાણી વિતરણ બંધ રહેશે.
વોર્ડ નં. 8 માં રામધામ, ન્યુ, કોલેજવાડી, નવજયોત પાર્ક, જગનાથ પ્લો્ટ, સાંઇનગર, બ્રહ્મકુંજ સોસા., ગુલાબ વિહાર સોસા., ચંદ્ર પાર્ક સોસા., ગુરૂૂદેવ પાર્ક વિસ્તારમાં પાણીકાપ રહેશે. વોર્ડ નં. 10 માં જય પાર્ક, સ્વાશતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસા., મારૂૂતિ સોસા., અલય પાર્ક-1, સત્યામ પાર્ક, દિપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદ્રષ્ટિવ સોસા. એરિયામાં પાણીકાપ રહેશે.
વોર્ડ નં. 11 માં ગોવિંદ રત્ન બંગલો, અર્જુન પાર્ક, આવાસ, સરદાર પટેલ, બેકબોન , વલ્લભ વિધાનગર, આર.જે.બગલો, ગોવિંદ રત્ન, નવું-જુનું ઓમનગર, નુતન આદિવાસી સોસા., મવડી ગામ (પાર્ટ) પ્રગટેશ્વર વ્રજ ભૂમિ.ભવનાથ પાર્ક,પ્રણામી પાર્ક, પ્રજાપતિ સોસા., પ્રિયદર્શની સોસા., ગીરનાર મજુર કોલોની, રાજદિપ સોસા., અર્જુન પાર્ક આવાસ યોજના, સાગર ચોક આવાસ યોજના, કલ્યાાણ પાર્ક, રામ પાર્ક (નાનામવા), રામ પાર્ક (મવડી), શાસ્ત્રી નગર અજમેરા, અલય પાર્ક-(એ) અને (બી), તિરૂૂપતિ પાર્ક, ગોવિંદ પાર્ક, સિલ્વરર ગોલ્ડશ સોસા., જમુના હેરીટેજ, જમના હેરીટેજ સોસા. તથા મેઇન રોડ, ગ્રીન પાર્ક, સોરઠીયા પાર્ક, લાભદિપ સોસા., શ્રીહરિ સોસા., મુરલીધર સોસા., રાધે શ્યા મ સોસા., શિવમ પાર્ક, ગ્રીન સીટી, કૈલાશ પાર્ક, એન્જ,લ પાર્ક, અવધ પાર્ક, મધુવન-(1) અને (ર), કાવેરી પાર્ક, બીડીપતી સોસા., તુલશી પાર્ક, આલાપ રોયલ પાર્ક, અવધ રેસી., અવધ ફલેટસ, કે.ડી.પાર્ક, જયનારાયણ પાર્ક, ભોજલરામ સોસા., ક્રિષ્નાર પાર્ક-150 ફુટ રીંગ રોડ, ક્રિષ્ના. પાર્ક-મવડી, બંશી પાર્ક, કિશાન પાર્ક, પરમેશ્વર સોસા., ભકિતધામ સોસા., પંચશીલ સોસા., મવડી ગામ તળ, અંબિકા ટાઉનશીપ પાર્ટ (કસ્તુ રી રેસી., કસ્તુરરી એવીઅરી, સહજાનંદ પાર્ક-(1), જય પાર્ક, ધ કોર્ટયાર્ડ, આદર્શ ફલેટસ) વગેરે વિસ્તારમાં કાલે પાણી આવશે નહીં.
વોર્ડ નં. 12 માં ગીરનાર સોસા, વિનાયક નગર, શ્રીનાથજી સોસા., ઉદય નગર (પાર્ટ), ગોપાલપાર્ક, અંકુર નગર, કડિયા નગર, વિષ્ણુ નગર, જલાજિત સોસા., સાઈ સોસા., જલારામ મધુરમ સોસા., ગોકુલ ધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભરત નગર, પુનિત નગર, કર્મચારી સોસા., આંગન પાર્ક, સીતારામ પાર્ક, અમિધન પાર્ક, સતનામ સોસા., ખોડીયાર નગર, વૃંદાવન પાર્ક, વૃંદાવન સોસા., ઇગલ રેસી. સુખ-સાગર સોસા., માધવ પાર્ક, માધવ વાટિકા, અવધ, સરસ્વતી, પ્રમુખનગર, હિમાલય પાર્ક, જશરાજ નગર, બાલાજી પાર્ક, બજરંગ સોસા., અમૃત વાટિકા લક્ષમન જૂલા, આસ્તા રેસી. ભવાની નગર, સમૃદ્ધિ પાર્ક, ચામુંડા નગર, ગુંજન ટાઉ., રોયલ પાર્ક, જાનકી પાર્ક, કે.એક.રેસી. શિવ ધારા સોસા., સન સિટી, ગોવિંદ રત્ન, શ્યામ વાટિકા, માધવ આર્યમાન સોસા., શિવધામ સોસા., કે.કે.પાર્ક, ગૂરૂૂદેવ પાર્ક, જે.કે.પાર્ક, રંગોલી, બેંગલોર, પટેલ નગર, સંસ્કાર ધંજય શનેશ્વર, ગોવિંદ આદર્શ, ગ્રીન સિટી, ત્રિમૂર્તિ શિવધારા, ગૂરૂૂદેવ તિરૂૂપતિનગર ,પુનીતનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સતનામ કર્મચારી સોસા., નંદનવન 40 ફુટ રોડને લાગુ સોસાયટીઓ, મવડી, શ્રીનાથજી, અંકુરનગર મેઇન રોડ, ગોકુલધામ મેઇન રોડ, જલજીત મેઇન રોડ, રાધે હોટલ મેઇન રોડ, આકાશદિપ સોસા., ગોકુલધામ, દ્વારકાધીશ સોસા., વિનાયક સોસા., ગીરનાર સોસા., જે.કે.પાર્ક, રાણી પાર્ક, પટેલ પાર્ક, શકિતનગર, જશરાજનગર, મીત હાઇટસ, ગોવિંદરત્ના સોસા., આસ્થાો સોસા., આર્યમાન સોસા., વિગેરે મવડી પોકેટને લાગુ વિસ્તારોમાં પાણી આવતી કાલે આપવામાં નહીં આવે અને વોર્ડ નં. 13માં આંબેડકર નગર (પાર્ટ), ખોડીયાર નગર (પાર્ટ), વિશ્વકર્મા સોસાયટી, ગોકુલ નગર વિસ્તારમાં પાણી બંધ રહેશે. એમ એડિશનલ સીટી એન્જિનિયર વોટર મેનેજમેન્ટ યુનિટની યાદીમાં જણાવાયું છે.
ભરઉનાળે મનપાને સમ્પની સફાઈનું કામ યાદ આવ્યું
કાલે અંદાજીત દોઢ લાખ લોકોને તરસ્યા રાખનાર પાણીકાપ ઝીંકવા માટે મનપાએ સમ્પની સફાઈનું કારણ આપ્યું છે. હાલમાં હિટવેવ ચાલી રહ્યું છે અને અમુક વિસ્તારમાં 42 ડિગ્રીથી પણ વધુ તાપમાન જઈ રહ્યું છે ત્યારે મનપાએ આટલી ગરમીમાં સમ્પની સફાઈ કામગીરી કરવાનું કારણ હાથ ધરીને પાણીકાપ ઝીક્યો છે. અને કાલે મવડી-પુનિતનગર હેડવર્કસના પમ્પીંગ સ્ટેશન પર સમ્પની સફાઈ હાથ ધરવામાં આવશે. જેથી 178 જેટલી સોસાયટીઓમાં પાણી વિતરણ બંધ રહેશે.