For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અકસ્માતના જુદા-જુદા 36 કેસમાં 1.49 કરોડનું વળતર મંજૂર કરતી કોર્ટ

06:03 PM Mar 11, 2024 IST | Bhumika
અકસ્માતના જુદા જુદા 36 કેસમાં 1 49 કરોડનું વળતર મંજૂર કરતી કોર્ટ
  • ચારથી છ માસના સમયગાળામાં ઇજાગ્રસ્તો અને મૃતકના વારસદારોને લોકઅદાલતમાં મળ્યો ન્યાય

રાજકોટમાં યોજાયેલી લોક અદાલતમાં વાહન અકસ્માતના અલગ-અલગ 36 કેસમાં માત્ર ચારથી છ માસમાં કુલ રૂૂ.1,49 કરોડનું વળતર મંજૂર કરવામાં આવ્યું છે.આ કેસની હકીકત મુજબ રાજકોટના યુવા વકીલ મહેશભાઇ સિંધવ અને તેમની સાથે જોડાયેલ સાકેતભાઈ મોરડીયાએ અકસ્માતમાં મૃતકના વારસદારો અને ઈજા પામનારને ઝડપી વળતર તેમજ ન્યાય મળે તે માટે રાજકોટમાં યોજાયેલ મેગા લોકદાલતમાં અકસ્માતના જુદા જુદા 36 કેસ દાખલ કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગરનાં અખીયાણા તેમજ સવલાસ ગામનાં રહીશો મજુરી કરવા માટે ટ્રેક્ટરમા બેસીને જતા હતા ત્યારે આઈસર સાથે અકસ્માત થતા ઈજાઓ અને અવસાન થયા હતા.

Advertisement

જે એક જ બનાવનાં કુલ 17 કેસોમાં કુલ રૂૂ.45 લાખ અને અન્ય 19 અકસ્માત કેસ મળી કુલ 36 કેસમાં રૂૂ.1.49 કરોડનું મૃતકના વારસદારો અને ઇજા પામનારને ક્લેઇમ ટ્રિબ્યુનલ રાજકોટમાં લોકઅદાલતમાં વળતર મંજૂર કરાવ્યું છે. આ કેસ માત્ર ચારથી છ માસમાં કેસ પૂર્ણ કરી અરજદારોને વળતર અપાવેલ છે. જે તમામ રકમ વીમા કંપની તરફથી અરજદારોને ચૂકવવામાં આવશે.
ઉપરોક્ત અકસ્માત વળતરના ક્લેઇમ કેસમાં અરજદારો વતી રાજકોટના યુવા વકીલ મહેશભાઈ એમ. સિંધવ અને તેમની સાથે સાંકેતભાઈ મોરડીયા રોકાયા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement