For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરમાંથી 1.39 કરોડની રોકડ જપ્ત

04:44 PM Mar 04, 2024 IST | admin
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરમાંથી 1 39 કરોડની રોકડ જપ્ત

પૂર્વ રણજી ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના વડોદરા ખાતેના ઘરે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. તેના ઘરમાંથી 1.39 કરોડની રોકડ મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, આ રોકડ તુષાર અરોઠેના પુત્ર રિષિ આરોઠેએ આંગઢિયા મારફતે મોકલી હતી. નોંધનીય છે કે, અગાઉ રિષિ આરોઠે કિક્રેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયો હતો.

Advertisement

વડોદરા એસઓજીના પીઆઇ વી.એસ. પટેલને બાતમી મળી હતી કે, અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચીટિંગના કેસમાં સંડોવાયેલા આરોપી રિષી આરોઠના ઘરે રૂૂપિયા ભરેલા થેલા પડ્યા છે. જેના આધારે એસઓજીની ટીમે તેના ઘરે દરોડા પાડ્યા હતા. જે દરમિયાન એક વાદળી થેલો મળી આવ્યો હતો. જેમાં 1.01 કરોડ રૂૂપિયા મળી આવ્યા હતા. તેમજ તેના બે સાગરિતો પાસેથી 38 લાખ રૂૂપિયા મળી આવ્યા હતા. આમ કુલ 1.39 કરોડ રૂૂપિયા મળી આવ્યા હતા.પોલીસે રોકડ રકમ વિશે પૂછપરછ કરતા તુષાર આરોઠે જવાબ આપી શક્યો નહતો. હાલ પોલીસે આ મામલે તુષાર અરોઠે સહિત મહારાષ્ટ્રના વિક્રાંત રાયપતવાર, અમિત જળીતની પણ અટકાયત કરી છે.ઉલ્લેખનીય છે કે, તુષાર અરોઠેની 2019માં સટ્ટા કેસમાં ધરપકડ કરાઈ હતી. તુષાર અરોઠે સહિતના સટોડિયાઓ અલકાપુરીના એક કાફેમાં પ્રોજેક્ટર ઉપર મેચ જોતાંજોતાં મોબાઈલના વિવિધ સોફ્ટવેરની મદદથી સટ્ટો રમતા હતા. ત્યારે આ વખતે ફરીએકવાર તુષાર અરોઠેના ઘરેથી કરોડોની રકમ મળી આવતા ફરી ચર્ચામાં આવ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement