રાજકોટ રેલવે ડિવિઝન પર 1.16 લાખ મુસાફરોએ QR કોડ દ્વારા બુક કરી 1.33 કરોડની ટિકિટો
રેલવેના કેશલેસ વ્ગવહારોને પ્રોત્સાહન આપવાના પ્રયાસને સફળતા
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને તેના મુસાફરોને સરળ અને વધુ કાર્યક્ષમ સેવા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દિશામાં આગળ વધીને, 6 જૂન, 2024થી રાજકોટ ડિવિઝનની રિઝર્વેશન ઓફિસ અને બુકિંગ ઓફિસના તમામ કાઉન્ટરો પર ચછ કોડ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે ચછ કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે.
આ નવી પહેલ હેઠળ, રેલ ટિકિટ માટે ચછ કોડ દ્વારા ચુકવણી સ્વીકારવાની સુવિધા રાજકોટ ડિવિઝનના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિતના તમામ નાના-મોટા સ્ટેશનોના તમામ આરક્ષિત અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ચછ કોડ આધારિત સ્કેનર લગાવવાથી મુસાફરોને ઘણી સુવિધા મળી છે. આ સાથે એક તરફ મુસાફરોને છૂટક નાણાની સમસ્યામાંથી રાહત મળી છે તો બીજી તરફ રોકડ લઈ જવાની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. રાજકોટ ડિવિઝનના મુસાફરો દ્વારા ચછ કોડ દ્વારા ચૂકવણીને ખૂબ જ હકારાત્મક રીતે લેવામાં આવી છે અને છેલ્લા ચાર મહિનામાં જ સારી સંખ્યામાં લોકો ભાડું ચૂકવવા માટે ચછ કોડનો ઉપયોગ કરી રહ્યા છે. 06 જૂન, 2024ના રોજ આ સુવિધા શરૂૂ થઈ ત્યારથી, રેલવેને ક્યુઆર કોડ દ્વારા જૂનમાં 26.42 લાખ જુલાઈમાં 26.40 લાખ, ઓગસ્ટમાં 37.77 લાખ અને સપ્ટેમ્બરમાં 42.83 લાખની આવક થઈ છે. છેલ્લા ચાર મહિનામાં, 1.16 લાખ મુસાફરોએ ચછ કોડ દ્વારા ટિકિટ ભાડા ચૂકવ્યા.
જેનાથી રાજકોટ ડિવિઝનને આશરે 1.33 કરોડની આવક થઈ. આ પ્રયાસ રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ માટે સરળ અને સુરક્ષિત વિકલ્પો પ્રદાન કરીને વધુ અનુકૂળ અને સીમલેસ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટેનું પ્રોત્સાહન છે. રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે મુસાફરોને ટિકિટનું ભાડું ડિજિટલ રીતે ચૂકવવા માટે ચછ કોડનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.