For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના 89 તાલુકામાં 0॥થી 6॥ ઈંચ વરસાદ

11:49 AM Jul 13, 2024 IST | admin
ગુજરાતના 89 તાલુકામાં 0॥થી 6॥ ઈંચ વરસાદ

વલસાડમાં 6॥, ખેરગામ 5॥, નવસારી 5॥, ચીખલી 4॥, વલ્લભીપુર 2॥, ઉમરાળા 2 અને સુત્રાપાડા, વિસાવદર, બાબરા, વડિયામાં દોઢ ઈંચ પાણી વરસ્યું

Advertisement

ગુજરાત ઉપર ચોમાસુ સક્રિય થયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનીક સર્ક્યુલેશન ગુજરાત ઉપર સર્જાતા ગઈકાલે રાજ્યના 89 તાલુકામાં અડધાથી 6॥ ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. તેમજ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ અડધાથી બે ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ખેતીના પાકને ફાયદો થયો છે. અને ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે.

રાજ્યના 144 તાલુકાઓમાં ઝાપટાથી લઈને 6॥ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જે પૈકી 89 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. ગઈકાલે વલસાડમાં 157 મીમી, ખેર ગામ 131 મીમી, નવસારી 129, પારડી 115, ચીખલી 111, જલાલ પોર 106, વાપી 103, ઉમરગાવ 91 મીમી, વ્યારા 88, ધરમપુર 78, સોનગઢ 71, મહુવા 69, મોરવા 68, વાલોડ 63, વલ્લભીપુર 62, વઘાઈ 56, ડાભોલ 54, કપરાડા 53, ઉમરાળા 49, ગોધરા 48, ડાંગા વાહવા 43, તાપી 43, પરસાણા 48 મીમી સહિતનો ભારે વરસાદ 24 કલાક દરમિયાન પડી જતાં નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. જેના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે.

Advertisement

રાજ્યમાં સૌરાષ્ટ્રમાં અનેક તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સુત્રાપાડા 41 મીમી, જૂનાગઢ 40 મીમી, કુકાવાવ 31, વડિયા 31, મેંદરડા 27 મીમી, ધારી 27, સિંહોર 26, લીંબડી 23, તલાલા 21, ભાવનગર 21, મહુવા 21, સાવરકુંડલા 17, કેશોદ 13, રાજુલા 13, જૂનાગઢ શહેર બાદ કોડિનાર 12, માળિયા હાટીના 11, તળાજા 11, ઘોઘા 10, ઉના 8 સહિત અડધાથી બે ઈંચ જેવો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં વરસાદનું જોર અવિરત ચાલુ રહ્યું હતું. ઝાપટાથી લઈને બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સાયક્લોનીક સર્ક્યુલેશનની અસરથી સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ઉઘાડ વચ્ચે છુટાછવાયાઝાપટા જોવા મળ્યા હતાં. સૌથી વધુ વરસાદ વલ્લભીપુરમાં બે ઈંચથી વધુ તેમજ ભાવનગર જિલ્લામાં વ્યાપક વરસાદ જોવા મળ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement