સાવરકુંડલા નજીક એસટી બસ અડફેટે બાઇકચાલકનું મોત
01:31 PM Dec 10, 2025 IST | Bhumika
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે બસ સ્ટેન્ડ પાસે સોમવારે સાંજે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની (એસટી) બસ અને ટુ-વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટુ-વ્હીલર ચલાવતા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
Advertisement
મૃતકનું નામ રાઘવભાઈ પાંચાભાઈ વેકરીયા છે, જેમનું વતન જાંબુડા ગામ છે. પ્રાથમિક માહિતી મુજબ રાઘવભાઈ ખરીદી કરવા વિજપડી આવ્યા હતા અને પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે..
Advertisement
Advertisement