For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વી.એસ. હોસ્પિટલના વડાની જાણમાં જ ક્લિનિકલ ટ્રાયલ થઈ

06:25 PM Apr 23, 2025 IST | Bhumika
વી એસ  હોસ્પિટલના વડાની જાણમાં જ ક્લિનિકલ ટ્રાયલ થઈ

Advertisement

ક્લિનિકલ કૌભાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા ડો. દેવાંગ રાણાએ સસ્પેન્ડ કરવા મામલે લેખિતમાં ખુલાસો કર્યો છે. AMC- METને લેખિત ખુલાસામાં તેમણે કોઈ પણ પ્રકારની ગંભીર બેદરકારી, નાણાકીય ગેરરીતિ કે ગેરવર્તણૂક આચરી ન હોવાનો ઉલ્લેખ કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર અને NHL મેડિકલ કોલેજના ડિનના આદેશથી વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ હેડ બનાવ્યો હોવાનો ઉલ્લેખ પણ તેમણે ખુલાસામાં કર્યો હતો.

વી.એસ. હોસ્પિટલના ક્લિનિકલ કૌભાંડમાં ડો. દેવાંગ રાણાને કોર્પોરેશન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્ય હતો. જેમાં તેઓ NHL મેડિકલ કોલેજમાં હોવા છતાં પણ વીએસ હોસ્પિટલની સંસ્થામાં હોદ્દા પર ફરજ બજાવતા હોવાનું કહેવાયું હતું. ડો. દેવાંગ રાણાને સસ્પેન્ડ કરવામાં આવતા તેમણે પોતાનો ખુલાસો કર્યો છે. જેમાં AMC METને તેમણે પોતાનો ખુલાસો લેખિતમાં મોકલી આપ્યો છે. તેમણે ખુલાસામાં જણાવ્યું હતું કે, 2021માં મ્યુનિ. કમિશનર તથા NHL કોલેજના ઓર્ડરના આધારે વી.એસ. હોસ્પિટલમાં ક્લિનિકલ હેડનો હોદ્દો મળ્યો છે, જેની જાણ ગઇંકના ડીન અને ટજના સુપરિન્ટેન્ડેન્ટ બંનને છે.

Advertisement

તેમણે ખુલાસામાં વધુમાં જણાવ્યું હતું કે, મારી કામગીરી માત્ર એગ્રીમેન્ટ મુજબ ક્લિનિકલ ટ્રાયલ થયેલા છે કે નહીં તે જોવાની છે. નાણાકીય વ્યવહારોની કામગીરી કે જવાબદારી મારી નથી. નાણાની વહેચણી સુપરિન્ટેન્ડેન્ટના આદેશ મુજબ થાય છે. મારા ઓર્ડરમાં પણ નાણાકીય જવાબદારી સોંપેલી નથી. અખઈ મેટની જઘઙ માત્ર ગઇંક, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અને AMC MET ડેન્ટલ કોલેજ પૂરતી જ મર્યાદિત છે. અખઈએ મારી પાસેથી કોઈપણ પુરાવા માંગ્યા નથી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને 17 માર્ચ, 2025 અને 28 માર્ચ, 2025ના ઈનવર્ડ નંબરથી જમા કરાવેલી છે.

ડો. દેવાંગ રાણાએ પોતાના સસ્પેન્શન અંગે કરેલા લેખિત ખુલાસામાં અંતમાં આ મુદ્દે તેમને થતી હેરાનગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. છેલ્લા પાંચ મહિનાથી આ બાબતે માનસિક રીતે હેરાન કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. જે અંગેની ફરિયાદની કોપી કાર્યલયમાં 22 જાન્યુઆરી, 2025ના રોજ ઈનવર્ડ કરી જમા કરાવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement