બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પૂજારાને ઈચ્છતા હતા કોચ ગૌતમ ગંભીર પસંદગીકારોએ સમર્થન ન આપ્યાનો અહેવાલ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચાર મેચ રમાઈ ચુકી છે અને સિરીઝની છેલ્લી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાવાની છે. હાલમાં ઓસ્ટ્રેલિયાની તરફેણમાં શ્રેણીનો સ્કોર 2-1 છે.
આ દરમિયાન એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે માંગ કરી હતી કે તેઓ ચેતેશ્વર પૂજારાને બીજીટીમાં ટીમમાં ઇચ્છે છે, પરંતુ પસંદગીકારોએ તેમની માંગ પૂરી કરી ન હતી. અહેવાલ મુજબ મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં હાર બાદ ભારતનો ડ્રેસિંગ રૂૂમ શાંત નહોતો. મુખ્ય કોચ ગૌતમ ગંભીર ટીમના તાજેતરના ખરાબ પ્રદર્શનથી કંટાળી ગયો છે અને તેણે ખેલાડીઓનું કઠોર મૂલ્યાંકન કર્યું છે.
પુજારા, એક ખેલાડી જેણે 100 થી વધુ ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, તે ઓવલ ખાતે 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલથી રાષ્ટ્રીય ટીમની બહાર છે. ચાલુ શ્રેણીમાં ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ જવાથી પુજારા જેવા ખેલાડી, જેમણે ઓસ્ટ્રેલિયામાં 11 મેચોમાં 47.28ની એવરેજથી 993 રન બનાવ્યા છે, તે મોટો ફરક લાવી શક્યો હોત.