ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બે વર્ષમાં 2769 કરોડના વિકાસ કામો મંજૂર: જયમીન ઠાકરનો રેકોર્ડ

05:06 PM Sep 12, 2025 IST | Bhumika
Advertisement

છેલ્લા એક વર્ષમાં ટી-20 જેવી બેટિંગ; દૈનિક સરેરાશ રૂા.4.06 કરોડના કામોની દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરી

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારના અવિરત સહયોગ અને માર્ગદર્શન સાથે રાજકોટ શહેરનો ખુબ જ ઝડપી અને સર્વાંગી વિકાસ થઇ રહયો છે. જયમીનભાઈ ઠાકરનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તા.12/09/2023 થી શરૂૂ થયેલ કાર્યકાળના યશસ્વી બે વર્ષ પૂર્ણ થયેલ છે, જેમાં કુલ બે વર્ષના મળી ₹2767 કરોડના વિકાસકામો પૈકી છેલ્લા એક વર્ષમાં અભૂતપૂર્વ ₹1481 કરોડના વિકાસ કામો સહિત પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવ્યા છે.

આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર એ જણાવ્યું છે કે,ગત એક વર્ષ દરમ્યાન રાજકોટના શહેરીજનોના વિશાળ હિતમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખૂબજ મહત્વના નિર્ણયો કરવામાં આવેલ છે, અનેક મહત્વાકાંક્ષી પ્રોજેકટ્સ હાથ ધરવામાં આવેલ છે તેમજ અનેકવિધ લોકોપયોગી યોજનાઓ અમલી બનાવવામાં આવેલ છે...

છેલ્લા એક વર્ષ દરમ્યાન ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા છેલ્લાં એક વર્ષ દરમ્યાન અંદાજે ₹1481 કરોડના જુદા જુદા વિકાસલક્ષી કામો તથા લોકોની પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવેલ છે, જેમાં ₹476.47 કરોડના ખર્ચે રસ્તાકામ, ₹240.04 કરોડના ખર્ચે બ્રીજ બનાવવાના કામ, ₹139.33 કરોડના ડી.આઈ. પાઇપલાઇનના કામો, ₹90.90 કરોડના ખર્ચે ડ્રેનેજના કામ, ₹76.31 કરોડના ખર્ચે વોટરવર્ક્સ વિભાગ હસ્તકના જુદા જુદા પમ્પિંગ સ્ટેશનોની મશિનરીના ઓગમેન્ટેશન તથા કોમ્પ્રિહેન્સિવ મેઇનટેનન્સ તેમજ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાઇપલાઇન બદલવાના કામ, ₹48.28 કરોડના ખર્ચે જુદા-જુદા વિસ્તારમાં નવી વોર્ડ ઓફિસો બનાવવા તથા નવિનીકરણના કામો, ₹32.54 કરોડના ખર્ચે નવી ઝોન ઓફિસ, ₹26.72 કરોડના ખર્ચે નવુ સ્પોર્ટ્સ સંકુલ, ₹17.01 કરોડના ખર્ચે આવાસ યોજના નવિનીકરણ, ₹16.54 કરોડના ખર્ચે નવી લાયબ્રેરી બનાવવા તથા નવિનીકરણના કામ, ₹16.34 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલના કામ, ₹15.94 કરોડના ખર્ચે નવા આરોગ્ય કેન્દ્ર, ₹8.60 કરોડના ખર્ચે નવી શાળા બનાવવા તથા નવિનીકરણના કામ, ₹10.53 કરોડના ખર્ચે ત્રણેય ઝોનમાં એક-એક પાર્ટી પ્લોટ બનાવવાના કામ, તેમજ ₹3.26 કરોડના ખર્ચે મેડીસીન સ્ટોર તથા વેકસીન સેન્ટર, ₹2.66 કરોડના ખર્ચે નવી આંગણવાડી બનાવવાના કામ, ₹2.15 કરોડના ખર્ચે સ્નાનાગર નવિનીકરણના કામો, ₹2.19 કરોડના ખર્ચે શહેરમાં રમત ગમતની સુવિધા સહિતના કામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ઝૂ/લાયન સફારી પાર્ક ડેવલપમેન્ટ માટે ₹25.38 કરોડ, ₹24.90 કરોડના ખર્ચે કેમિકલ ખરીદી, ₹23.47 કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કામો, સુએજ પમ્પિંગ સ્ટેશન માટે ₹22.85 કરોડ, ₹20.71 કરોડના ખર્ચે બોક્સ/સ્લેબ કલ્વર્ટ, ₹17.12 કરોડના ખર્ચે નવા વાહન ખરીદવાના કામ, ₹15.45 કરોડના ખર્ચે પેવિંગ બ્લોકના કામો, ₹14.09 કરોડના ખર્ચે વૃક્ષારોપણ, ₹13.98 કરોડના ખર્ચે મશીનરી તથા સાધન-સામગ્રી ખરીદી, ₹12.83 કરોડના ખર્ચે ડ્રેનેજ સફાઈ માટે જરૂૂરી સાધનો, ₹8.84 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેઇન તથા બોર રીચાર્જના કામો, ₹7.60 કરોડના ખર્ચે લાઈટીંગના કામો, ₹7.60 કરોડના ખર્ચે સ્મશાનોના આધુનિકરણ તથા સંચાલન ગ્રાન્ટ માટે, ₹7.38 કરોડના ખર્ચે જુદા-જુદા સિવીલ વર્ક તથા રીપેરીંગ, ₹5.38 કરોડ જુદા જુદા કાર્યક્રમો માટે, ₹5.31 કરોડના ખર્ચે નવા બગીચા અને જાળવણી-નિભાવણીના કામો, ₹3.55 કરોડ મેનપાવર સપ્લાઇ તથા ઇન્ટર્નશીપ ખર્ચ, ₹3.01 કરોડના ખર્ચે કમ્પાઉનડ વોલના કામો, ₹2.55 કરોડના ખર્ચે સી.સી. કામો, ₹2.12 કરોડના ખર્ચે વોંકળાના કામો, ₹1.75 કરોડ ક્ધસલ્ટન્સી ખર્ચ, ₹1.70 કરોડના ખર્ચે ફૂટપાથ તથા રોડ ડિવાઇડરના કામો, ₹1.36 કરોડના ખર્ચે પબ્લીક ટોયલેટ બનાવવાના કામો મંજુર કરવામાં આવેલ છે.

વિશેષમાં, રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ અર્થે વર્ષ 2025-26 માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટની ફાળવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીના ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં કુલ-367વિવિધ વિકાસ કામો માટે વિસ્તૃત દરખાસ્ત રજુ કરવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરમાળખાકિય વિકાસના ત્રણ પ્રકારના કુલ-303 કામો માટે ગ્રાન્ટ જોગવાઈ પૈકી આંતરમાળખાકીય સુવિધાના કામો માટે વસ્તીના ધોરણ મુજબ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેર માટે વર્ષ 2025-26 માટે આંતરમાળખાકીય સુવિધાનાં કામો માટે ગ્રાન્ટ જોગવાઇ પૈકી મંજુર કરવામાં આવેલ વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં ₹97 કરોડ, શહેરી સડક યોજના હેડ હેઠળ ઝોનલ એક્શન પ્લાન વર્ક, રસ્તા ડેવલપમેન્ટ, સી.સી. રોડ, ડામર રી-કાર્પેટ વિગેરે જેવા કુલ-40 કામો માટે ₹68 કરોડ, આઉટગ્રોથ વિસ્તારનાં કુલ-23 વિકાસ કામો માટે ₹80 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે, તેમજ જનભાગીદારીના કુલ-207 કામો માટે ₹18.61 કરોડ મંજુર કરી ફાળવણી કરાયેલ છે.

ગત એક વર્ષ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીની કુલ 17 મીટીંગો મળેલ, જે અંતર્ગત કુલ 648 ઠરાવો થયેલ છે. જેમાં કુલ મળી અંદાજિત ₹1481 કરોડ મુજબ દૈનિક સરેરાશ ₹4.06 કરોડથી વધુના વિકાસ કામો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં વર્ષ 2024-25 ના બજેટમાં મંજુર કરાયેલ વિકાસ કામોની પ્રગતિ બાબતે વખતોવખત સમીક્ષા કરી સમયબધ્ધ અમલીકરણ થશે.

છેલ્લા એક વર્ષના કાર્યકાળ દરમ્યાન ₹5.99 કરોડની આવક પણ ઉભી કરેલ છે. આવનારા દિવસોમાં પણ રાજકોટ મહાનગરપાલિકા માટે આવકના નવા સ્ત્રોતો ઉભા કરવા અંગે પણ નક્કર આયોજન કરવામાં આવનાર છે.

બે વર્ષના કામોનો હિસાબ કિતાબ

જયમીન ઠાકરની અધ્યક્ષતામાં બે વર્ષ દરમ્યાન યોજાયેલ કુલ 38 સ્ટેન્ડિંગ કમિટીની મીંટીંગમાં કુલ ₹2769 કરોડના કામો મંજુરક રાયા છે.પ્રતિ મીટીંગ સરેરાશ ₹72.87કરોડના કામોને લીલી ઝંડી આપી છે.
છેલ્લાં એક વર્ષ દરમ્યાન યોજાયેલ કુલ 17 સ્ટેન્ડિંગ કમિટીની મીંટીંગમાં અભુતપુર્વ કુલ ₹1481 કરોડના કામો મંજુર : પ્રતિ મીટીંગ સરેરાશ ₹82.12 કરોડના કામો તેમજ દૈનિક સરેરાશ ₹4.06 કરોડના કામો નાણાકીય વર્ષ 2025-26માં રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકો/બાળકીઓના નામે તેમજ એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો, એકસ આર્મીમેન મિલકતધારકના નામે વૃક્ષારોપણ... યોજના અંતર્ગત આજદિન સુધીમાં કુલ-9047 વૃક્ષોનું વાવેતર.
જન્મ/મરણ પ્રમાણપત્ર પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે યોજના અંતર્ગત 5317 જન્મનોંધ પ્રમાણપત્ર તેમજ 2539 મરણ નોંધ પ્રમાણપત્ર વિનામુલ્યે આપવામાં આવ્યા... સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઈલ ડાયાબીટીસગ્રસ્તને સીટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં ફ્રી મુસાફરી યોજના... અંતર્ગત કુલ 42837 નાગરિકોને ફ્રી મુસાફરીના પાસ ઇસ્યુ કરવામાં આવ્યા... ચેરમેન સહિતના પદાધિકારીઓની રજૂઆતના પગલે રાજકોટ શહેરને ગત છ માસ દરમ્યાન આંતરમાળખાકીય સુવિધાઓ, શહેરી સડક યોજના તેમજ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો તથા જનભાગીદારી યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાંજ અત્યાર સુધીની સૌથી વધુ ગ્રાન્ટની ફાળવણી : ₹261 કરોડથી વધુ રકમની ઐતિહાસિક ફાળવણી...

Tags :
gujaratgujarat newsJaymin Thakarrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement