બામણબોર નજીક દીપડાએ ગાયનું મારણ કરતાં માલધારીઓ-ખેડૂતોમાં ફફડાટ
રાજકોટ શહેરની આસપાસના આજીડેમ, હિરાસર એરપોર્ટ, કાલાવડ, ઇશ્ર્વરીયા સહિતના વિસ્તારોમાં દિપડાના આંટાફેરા વધ્યા છે. ત્યારે શહેરના અમદાવાદ હાઇવે ઉ5ર આવેલ બામણબોર નજીક ગતરાત્રે દિપડાએ એક ગાયનું મારણ કરતા માલધારીઓ-ખેડૂતોમાં ફફડાટની લાગણી ફેલાયેલ છે.
રાજકોટના બામણબોર ભૂકર્વી વિસ્તાર વાડી વિસ્તારમાં બામણબોરમાં વાડી વિસ્તાર ભૂકરવીમાં આજે ગાયનું દીપડાએ મારણ કર્યુ હતું. અવારનવાર દિપડા નો દીનપતિ દિન દિપડા નો ત્રાસથી માલધારી સમાજમાં દિપડા ના ત્રાસથી આજે એક ગાયનું મારણ કરેલ છે. સાત થી આઠ મહિના પહેલા આ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે પાછો દિપડો દેખાયો હતો.
બે મહિના પહેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એરપોર્ટની કમ્પાઉન્ડર દિવાલની બાજુમાં દીપડો જોવા મળ્યો હતો ત્યારે દીપડાએ આજે રાત્રે ભરવાડ રાઠોડ હકાભાઇ ધનાભાઈ રહે ગુંદાળા નજીક વાડી વિસ્તારમાં ગાયનું રાત્રે દીપડાએ મારણ કરેલ છે આ અંગે ફોરેસ્ટ વિભાગ અધિકારી જાણ પણ કરવામાં આવી હતી તાત્કાલિક ધોરણે પિંજરું મૂકવામાં આવે અને દીપડાને પકડવામાં આવે એવી માલધારી સમાજના માંગ ઉઠી છે પોતાની રોજી રોટી એના માથે હોય ત્યારે માલધારી સમાજની સરકાર તરફથી શાહી આપે એવી માલધારી સમાજની માંગ છે.