For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરિપત્ર કે ચેતવણી: મહિલા તબીબોને એકાંતમાં નહીં રહેવા સલાહ!

05:02 PM Aug 16, 2024 IST | Bhumika
પરિપત્ર કે ચેતવણી  મહિલા તબીબોને એકાંતમાં નહીં રહેવા સલાહ
Advertisement

ગાંધીનગર GMERSના અધ્યક્ષ દ્વારા કરાયેલા પરિપત્રથી નવો વિવાદ, સત્તાધીશો જવાબદારીથી ભાગતા હોવાના છાત્રોના આક્ષેપ

કોલકત્તા રેપ વીથ મર્ડરના પડઘા ગુજરાતમાં પડ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિતની સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. આવામાં ગાંધીનગર જીએમઇઆરએસના ડિનનો વિવાદિત આદેશ સામે આવ્યો છે. જ્યાં મહિલા તબીબોએ એકલા ન રહેવા સૂચન કરાયો છે. મહિલાને એકલા બહાર ન નીકળવા સૂચના અપાઇ છે. જ્યારે આ આદેશથી મહિલાઓની સુરક્ષા બાબતે સવાલ ઉઠી રહ્યા છે.
ડીનના વિવાદિત આદેશ બાદ મહિલા ડોક્ટર્સનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, મહિલા હોય તો શું અમારે ડરીને રહેવાનું છે. ઘરમાં બેસી રહેવું તે કોઈ ઉપાય નથી. મહિલાઓને પુરતી સુરક્ષા આપવી જોઈએ. આ કોઇ ઉકેલ નથી કે તમે ઘરમાં બેસી રહો.

Advertisement

કોલકત્તાની ઘટના બાદ ગાંધીનગરમાં પણ રેસિડેન્ટ ડોક્ટર પણ હડતાળ પર ઉતર્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે જ્યાં સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટરોની માગણી પુરી નહીં થાય ત્યાં સુધી તેમને સમર્થન આપવામાં આવશે. તબીબોએ ઓપીડી, વોર્ડની સેવાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

જીએમઇઆરએસના સૂચનો જોઈને સવાલ થાય કે, મહિલાઓ હવે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે? પરિચિત વ્યક્તિ સિવાય ખુદને સુરક્ષિત મહેસૂસ ન કરે? રાત્રિના સમયે બહાર ન નીકળે? જો આ જ સૂચનોને મહિલાઓ ફોલો કરશે તો, પગભર મહિલાઓ નોકરી કેવી રીતે કરશે? નાઈટ ડ્યૂટી કરતી મહિલા તબીબો કે અન્ય નોકરિયાત મહિલાઓની સુરક્ષાનું શું? મહિલાઓ હવે ઘરમાં પૂરાઈ રહીને બહાર જવાનું ટાળી દે? પરિચિત વ્યક્તિને પોતાની સાથે હંમેશા સુરક્ષા માટે સાથે જ રાખે? શું મહિલાઓ સાથે 24 કલાક કોઈને કોઈ પરિચિત વ્યક્તિ હોવું જ જોઈએ? તેવા સવાલો છાત્રો દ્વારા જવાબદારો સામે કરવામાં આવ્યા છે.

પરિપત્રમાં કરવામાં આવેલા સૂચનો
આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં કોલકત્તાની આર જી કર મેડીકલ કોલેજમાં મહિલા ડોકટરની હત્યાનો બનાવ બનેલ છે જેનાથી સર્વે સુવિદિત છો, આ બનાવની ગંભીર નોંધ લેતા અત્રેની મેડીકલ કોલેજની અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ તથા વિવિધ વિભાગોમાં જુનિયર/સિનીયર રેસીડન્ટ મહિલા ડોક્ટરો ફરજ બજાવે છે તેઓને પોતાની સુરક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા જણાવવામાં આવે છે.વિદ્યાર્થીનીઓ તથા મહિલા રેસીડન્ટ ડોક્ટરોએ એકાંતમાં ન રહેતા અન્ય પરિચિત મહિલા સાથે રહેવું અને ફરજ દરમ્યાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા જરૂરી છે, રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું અને જરૂરી હોય તો અન્ય એક-બે પરિચિત વ્યક્તિ સાથે જવાનું રાખવું. હોસ્ટેલ કે કોલેજ તથા હોસ્પિટલમાં કોઈ અપરિચિત વ્યક્તિની શંકાસ્પદ અવર-જવર જણાયતો સાવચેત રહી તાત્કાલિક સક્ષમ ઉપરી અધિકારીને કે નજીકની વ્યક્તિને અથવા તો મહિલા હેલ્પ લાઈન નંબર-181 પર જાણ કરવી. ઉપરોક્ત બાબતો ધ્યાને લઈ તમામ વિદ્યાર્થીનીઓ/મહિલા ડોક્ટરો સાથે કોઈ અનિચ્છનિય બનાવ ના બને તેવી સાવચેતી રાખવા જણાવવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement