For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયાના વડત્રા ગામે જુગાર દરોડો: સાત પત્તાપ્રેમી ઝડપાયા

12:00 PM Jul 30, 2024 IST | Bhumika
ખંભાળિયાના વડત્રા ગામે જુગાર દરોડો  સાત પત્તાપ્રેમી ઝડપાયા
Advertisement

ખંભાળિયા વિસ્તારમાં એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ગતરાત્રિના સમયે ખંભાળિયા - દ્વારકા માર્ગ પર આવેલા વડત્રા ગામે આવેલા એક મંદિર પાસે બેસીને જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા રણજીતસિંહ જીવુભા જાડેજા, હરદેવસિંહ અજીતસિંહ જાડેજા, જયદીપસિંહ નટુભા જાડેજા, પ્રવિણસિંહ મુરુભા જાડેજા, રવિરાજસિંહ રામસંગ ચુડાસમા, રઘુવીરસિંહ જીલુભા જાડેજા અને અજીતસિંહ નાથુભા જાડેજાને પોલીસે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન રૂૂપિયા 40,200 રોકડા તથા રૂૂપિયા 20,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂૂપિયા 60,700 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, સહદેવસિંહ જાડેજા તથા ડાડુભાઈ જોગલની બાતમી પરથી કરવામાં આવી હતી.

કલ્યાણપુર પોલીસે પીંડારા ગામે આવેલા સરકારી ખરાબામાંથી ગંજીપત્તા વડે જુગાર રમે રહેલા મારખી કારુ માડમ, દિલીપ આલા હાથીયા, રમેશ જીવા માણેક અને રાયમલભા સવાભા માણેકને રૂૂપિયા 11,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમ્યાન રામશી ગોવા માડમ અને કનુ મેરામણ લગારીયા નામના બે શખ્સો ફરાર થઈ ગયા હતા.

Advertisement

સલાયા પોલીસે ડી.વી. નગર વિસ્તારમાંથી અબ્બાસ કરીમ ભગાડ, મેરાજ ઈકબાલ સંઘાર અને નજીર હુશેન ઈકબાલ સંઘાર નામના ત્રણ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા રૂૂપિયા 1,220 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

હળવદના ઇશ્ર્વરનગર ગામે જુગાર દરોડો: 6 તાસપ્રેમી ઝડપાયા
શ્રાવણ માસની પૂર્વે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુગારીઓની જાણે મોસમ ખીલી હોય તેમ જુગારીઓ જુગાર રમવા બેસી ગયા છે ત્યારે હળવદ પોલીસ દ્વારા આ વખતે જુગારીઓ પર લાલ આંખ કરવામાં આવી છે હળવદ તાલુકાના ઈશ્વર નગર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની પાકી બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા રેડ કરતા ધર્મેન્દ્ર ભાઈ મોહનભાઈ ઝાલરીયા , જગદીશ ભાઈ માવજીભાઈ ચડાસણીયા , લાલજીભાઈ પ્રેમજીભાઈ પટેલ, પરસોતમભાઈ મગનભાઈ વિડજા, કાંતિલાલ કેશવજીભાઈ કાલરીયા, વિનોદભાઈ કરસનભાઈ રૂૂપાલા સહિતના છ આરોપીઓ તમામ રહેવાસી ઈશ્વર નગર વાળા ને રોકડ રકમ ₹15,900 સાથે ઝડપી જુગારધારા એકટ મુજબની કાર્યવાહી કરવામાં આવી આ કામગીરી દરમિયાન હળવદ પી.આઈ આરટી વ્યાસ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો. (તસવીર : ચતુર ઠાકોર)

Advertisement
Tags :
Advertisement
Advertisement