રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોલેજિયન છાત્રએ ભાડે કરેલી કારની લૂંટ ચલાવનાર ચાર શખ્સોની ધરપકડ

04:37 PM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટના યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ સોસાયટી શેરીમાં રહેતાં કોલેજીયન યુવાને ભાડે કરેલ કારની ઘસી આવેલ અજાણ્યાં ચાર શખ્સોએ કારની લૂંટ ચલાવી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાયા બાદ યુનિવર્સિટી પોલીસે કાર સાથે સાયલાના ચાર શખ્સોને મુંજકા પાસેથી પકડી લીધાં હતાં.
વધુ વિગતો મુજબ,યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ સોસાયટી શેરી નં.3 માં રહેતો દેવ વિપુલભાઇ ઘોડાસરા (ઉ.વ.19) આત્મીય કોલેજમાં બી.સી.એ.ના બીજા વર્ષમા અભ્યાસ કરે છે.તેના મિત્રો સાથે કાર ભાડે લેવાની હોય જેથી આરટીઓ કચેરીની પાસે આવેલ દેવાંગભાઇની ઓફિસે ગયા હતાં.
દેવાંગભાઇને મળતા તેઓ પાસેથી એક દિવસના રૂૂ.1900 ના ભાડાથી ભાડે કરી હતી. બાદમાં રાત્રેના તેના મિત્રો સાથે જમવા માટે ધોળકીયા સ્કુલ પાસે મયુ2 ડાઇનીંગ હોલ પર ગયા બાદ પરત રૂૂમે આવી ગયા હતા.
ત્યારે ચારેક અજાણ્યા શખ્સો ઘસી અને આ કાર તુ ક્યાથી લાવ્યો છો આ કારે તો ઘણાની પથારી ફેરવી નાખી છે, તો તુ આ કારની ચાવી મને આપી દેવાનું કહેતાં તેને કહેલ કે, આ કાર હું ભાડેથી લાવ્યો છું કહીં કારની ચાવી તેમના મિત્ર જયને આપી દીધી હતી.બાદમાં આ લોકોએ માથાકૂટ કરી કારની ચાવી ઝુંટવી રૂૂ.ત્રણ લાખની કારની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતાં.
આ બનાવની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ બી.પી.રજીયાની રાહબરીમાં પીએસઆઈ બી.આર. ભરવાડ અને ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતાં હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા,વનરાજ લાવડીયા અને ગોપાલસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે લૂંટ કરેલ કાર સાથે હસમુખ મનુ ડાભી (ઉ.વ.25), રામજી વિભા સરવૈયા (ઉ.વ.28), રણછોડ બચુ જાંબુકીયા (ઉ.વ.35),(રહે.ત્રણેય ગરાભંડી,સાયલા) અને રામકુ દુલા જળું (ઉ.વ.27),(રહે. કરાડી, સાયલા) ને મુંજકા નજીક આર્ષ મંદિર પાસેથી પકડી રૂૂ. ત્રણ લાખની કાર કબ્જે કરી હતી.ઉલ્લેખનીય છે કે,આરોપી રામજી સરવૈયા, રામકુ જળું અને રણછોડ જાંબુકીયા વિરુદ્ધ રાજકોટ અને સુરેન્દ્રનગરના અલગ અલગ પોલીસ મથકમાં દારૂૂ, જુગારના અનેક ગુના નોંધાયેલ છે.

Advertisement

રામજીએ કાર ખરીદ્યા બાદ મૂળ માલિક પરત લઈ જતાં મિત્રો સાથે રાજકોટ આવી કારની લૂંટ ચલાવી

કારની લૂંટ ચલાવનાર આરોપી રામજીએ કબુલાત આપી હતી કે,તેમને થોડાં દિવસ પહેલાં આરટીઓ કચેરી પાસેથી દેવાંગભાઇ હંશોરા પાસેથી કારની ખરીદી કરી હતી અને તેનું પેમેન્ટ પણ આપી દીધુ હતું.જે બાદ કારનો મૂળ માલિક સ્વીફ્ટ કારમાં મોઢુકા ગામે આવ્યો હતો અને તેમને વેંચેલી કાર પરત ખેંચી ગયો હતો.જે બાદ રામજી તેના મિત્રો સાથે રાજકોટમાં ફરવા આવતાં તેમની નજર કાર પર પડતાં તેને કારની લૂંટ ચલાવી હતી. કાર લૂંટી આરોપીઓ કરાડી ગામની સીમમાં રહેતાં હોવાનું પણ કબુલ્યું હતું.

Tags :
arrestedforFourmenrobbing car rented by college student
Advertisement
Next Article
Advertisement