For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હરિયાણાની સરકારી શાળાઓમાં ચાર લાખ નકલી એડમિશન, ફંડમાં ગેરરીતિ

05:28 PM Jun 29, 2024 IST | admin
હરિયાણાની સરકારી શાળાઓમાં ચાર લાખ નકલી એડમિશન  ફંડમાં ગેરરીતિ
Advertisement

હરિયાણાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં નકલી પ્રવેશનો મોટો મામલો સામે આવ્યો છે. આ અંગે સીબીઆઈએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે. રિપોર્ટ અનુસાર, 2014-16ની વચ્ચે હરિયાણાની સરકારી સ્કૂલોમાં 4 લાખ વિદ્યાર્થીઓના નકલી એડમિશન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ નકલી વિદ્યાર્થીઓના નામે ફંડની ગેરરીતિનો પણ આરોપ છે.

આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે CBIA NEET-UG પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ શુક્રવારે ઝારખંડના હજારીબાગ સ્થિત શાળાના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ એહસાનુલ હકને NTA દ્વારા 5 મેના રોજ આયોજિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માટે હજારીબાગના શહેર સંયોજક બનાવવામાં આવ્યા હતા.

Advertisement

તેમણે કહ્યું કે વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમને NTAના સુપરવાઈઝર અને ઓએસિસ સ્કૂલના સેન્ટર કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તાજેતરમાં હરિયાણા માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ હરિયાણાને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે અને રાજ્યની પ્રગતિ વિના દેશની પ્રગતિ શક્ય નથી. હવે ચૂંટણીને લગભગ 100 દિવસ બાકી છે અને આ પમિશન 100 ડેઝથમાં પાર્ટીના કાર્યકરોએ ઘરે-ઘરે જઈને કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન પ્રવર્તતા જૂઠાણાં અને ગેરવહીવટને ખુલ્લા પાડવા જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement