For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

50 વર્ષમાં પહેલીવાર સૂર્યએ મોટી જવાળા ઓકી

05:52 PM May 15, 2024 IST | Bhumika
50 વર્ષમાં પહેલીવાર સૂર્યએ મોટી જવાળા ઓકી
Advertisement

સૂર્યએ પૃથ્વી તરફ એક વિશાળ અને સૌથી શક્તિશાળી સૌર તરંગ ફેંકી દીધું છે. તે ડ8.7 તીવ્રતાનો વિસ્ફોટ હતો. અડધી સદીમાં પ્રથમ વખત સૂર્યમાંથી આટલી મજબૂત સૌર તરંગો નીકળી છે. તે પણ તે જ જગ્યાએથી જ્યાંથી 11 મે અને 13 મે વચ્ચે બે વખત વિસ્ફોટ થયા હતા. ઈસરોના સૂર્યયાન એટલે કે આદિત્ય-એલ1 અવકાશયાનએ પણ આ સમયગાળા દરમિયાન સૂર્યમાંથી આવતા સૌર તરંગોને પકડ્યા હતા.

આદિત્ય-ક1 એ 11 મેના રોજ X5.8 તીવ્રતાની એક તરંગ પકડ્યો હતો. ઈસરોના જણાવ્યા અનુસાર, ભારત અને તેની આસપાસના વિસ્તારોને સૌર વાવાઝોડાની અસર નથી થઈ. મોટાભાગની સમસ્યાઓ અમેરિકન અને પેસિફિક મહાસાગરના ઉપરના વિસ્તારોમાં હતી. એટલું જ નહીં ચંદ્રયાન-2એ પણ આ વાવાઝોડાને કબજે કરી લીધું છે.

Advertisement

ઈસરોના આ અવલોકનને નાસા દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. બીજી તરફ, ગઘઅઅના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટરે પણ 14 મે, 2024ના રોજ સૂર્યમાંથી નીકળતી ખતરનાક સૌર તરંગોનું અવલોકન કર્યું હતું. આવી લહેર છેલ્લી અડધી સદીમાં આવી ન હતી. આ કારણે પૃથ્વી પર રેડિયો બ્લેકઆઉટ થઈ શકે છે. ખાસ કરીને મેક્સિકો વિસ્તારમાં.

11 થી 14 મેની વચ્ચે, સૂર્યમાં ચાર મોટા વિસ્ફોટ થયા. મોટે ભાગે એ જ સ્થળ પરથી. જેના કારણે આ સપ્તાહના અંતે ભયંકર સૌર વાવાઝોડું આવ્યું.

સૂર્ય હજુ પણ ફૂટી રહ્યો છે. 10 મે, 2024 ના રોજ, સૂર્યમાં એક સક્રિય સ્થળ દેખાયું. તેને અછ3664 નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો. સૂર્યની એક લહેર ઝડપથી પૃથ્વી તરફ આવી. આ ડ5.8 વર્ગની સૌર તરંગ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement