For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વઢવાણમાં સગા ફુવા સહિતના પાંચ લોકોએ સગીરાને પીંખી

12:59 PM Feb 26, 2024 IST | Bhumika
વઢવાણમાં સગા ફુવા સહિતના પાંચ લોકોએ સગીરાને પીંખી
  • સગીરાને 6 માસનો ગર્ભ રહી જતા કાંડ બહાર આવ્યું, પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગરમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વઢવાણમાં રહેતી 16 વર્ષની સગીરા પર સગા ફુવા સહીત પાંચ શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા અરેરાટી મચી ગઈ છે. હાલમાં આ મામલે પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. દુષ્કર્મની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી જતાં આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. પરિવારજનોને જ્યારે આ વાતની જાણ થતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ તાત્કાલીક પરિજનોનએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

સગીરાના ફુવા તેમજ અન્ય 4 શખ્સોએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વઢવાણ પોલીસ ટીમ દ્વારા ભોગ બનનાર સગીરાને મેડિકલ તપાસ માટે સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. હાલમાં વઢવાણ પોલીસે દુષ્કર્મ અંગેની પોસકો, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement