સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

માછલા પકડવા ગયેલો યુવાન કેનાલના ઢાકણાની જાળીમાં ફસાઈ જતાં ડૂબ્યો: મોત

02:03 PM Jun 29, 2024 IST | admin
Advertisement
Advertisement

પડધરીના રંગપર ગામની ઘટના : યુવાન ઘરે પરત નહીં આવતા પરિવારની શોધખોળ દરમિયાન મૃતદેહ હાથ લાગ્યો

પડધરી તાલુકાના સરપદડ ગામે રહેતો યુવાન રંગપર ગામની કેનાલમાં માછલા પકડવા ગયો હતો જ્યાં કેનાલના ઢાંકણાની જાળીમાં ફસાઈ જતાં યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરી તાલુકાના સરપદડ ગામે આવેલા ગુલાબનગરમાં રહેતા પ્રવિણ લાભુભાઈ મકવાણા નામનો 35 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં રંગપર ગામની કેનાલમાં માછલા પકડવા ગયો હતો ત્યારે કેનાલમાં ડૂબી ગયો હતો. યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રવિણભાઈ મકવાણા ત્રણ ભાઈ ત્રણ બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પ્રવિણભાઈ મકવાણા રંગપર ગામની કેનાલમાં માછલા પકડવા ગયો હતો ત્યારે કેનાલના ઢાંકણા જાળીમાં ફસાઈ જવાથી મોત નિપજ્યું હતું. માછલા પકડવા ગયેલો યુવક પરત નહીં આવતાં પરિવારે શોધખોળ કરતાં રાત્રિનાં સમયે કેનાલમાંથી યુવકની લાશ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsPaddharirajkotrajkot news
Advertisement
Next Article
Advertisement