For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાડીમાં લાગે નારી ન્યારી

01:42 PM Dec 20, 2023 IST | Sejal barot
સાડીમાં લાગે નારી ન્યારી

હિન્દુ, જૈન અને બૌદ્ધ સાહિત્યના ‘સંતિકા’ શબ્દ પરથી સાડીનો વિકાસ થયો. સાડી ભારતીય મહિલાઓનું પરિધાન છે જેની લંબાઇ 5.5 મીટરથી 9 મીટર હોય છે. તેને પહેરવાની અલગ-અલગ રીત છે. સાડીને ભારતીય સંસ્કૃતિના પહેરવેશના રૂૂપમાં પણ ઓળખવામાં આવે છે. બોલિવૂડથી લઈને રાજકારણ અને સામાજિક ક્ષેત્રે પણ સાડીનો દબદબો છે. ઇંદિરા ગાંધીથી લઇને સ્મૃતિ ઇરાની હોય કે આનંદીબેન પટેલ હોય કે સુષ્મા સ્વરાજ હોય દરેકની પ્રથમ પસંદ ‘સાડી’ જ રહેતી. સાડી એક માત્ર એવો પોશાક છે જેની ગણના સૌંદર્ય અને શૃંગાર સાથે જ નહીં પરંતુ સંસ્કાર સાથે પણ કરવામાં આવે છે.ભારતમાં સાડીઓના અગણિત પ્રકારો છે તો એને પહેરવાની પણ અનેક સ્ટાઇલ છે.તા.21 ડિસેમ્બર વિશ્વ સાડી દિવસ છે ત્યારે એ મહિલાઓની વાત કે જેણે જીવનમાં સાડી અપનાવીને પોતાની અલગ ઓળખ બનાવી છે.

Advertisement

દર્શિતાબેનને કેવી સાડી ગમે છે?

મને સૌથી વધુ ગુજરાતી પરંપરાની તેમજ કોટન ખાદી,બાંધણી,પટોળા,બનારસી સિલ્ક ગમે છે.સાડીમાં બધા કલર પસંદ છે છતાં કાર્યક્રમમાં હાજરી આપવાનો સમય કયો છે?તેમજ કેવા પ્રકારનો કાર્યક્રમ છે? તે જોઈને કઈ સાડી પહેરવી તેની પસંદગી કરું છું.રાત્રિનો સમયે હોય તો ડાર્ક કલર તેમજ અમુક ધાર્મિક પ્રસંગે ટ્રેડિશનલ કલરની પસંદગી કરું છું. સાડીનો ફાયદો એ છે કે તમને વિશાળ રેન્જ અને ચોઇસ મળી રહે છે.

Advertisement

સાડીની ફેશન ક્યારેય જૂની થતી નથી

સાડીની ફેશન ક્યારેય જૂની થતી નથી.આઉટ ઓફડેટ થતી નથી.હજુ મારા આણાંની સાડી પણ ક્યારેક પહેરું છું.સાડીના શોખના કારણે જ્યાં પણ જાઉં અને સારી સાડી જોઉં તો ખરીદી લઉં છું.હવે તો નવી પેઢી માટે ડિઝાઇનર સ્ટિચ સાડી પણ ઉપલબ્ધ છે. તે રેડી ટુ વેર હોય છે તરત જ ડ્રેસની જેમ પહેરી લેવાય છે અને ગ્રેસફૂલ પણ લાગે છે એટલે સાડી ન પહેરવાનું કોઈ કારણ જણાતું નથી.

ઘરચોળું દરેક સ્ત્રીની યાદગાર સાડી હોય છે

મને પહેલેથી જ સાડીનો બહુ શોખ હતો.લગ્ન વખતથી જ સાડીનું સરસ કલેક્શન કર્યું હતું પણ બિઝી લાઇફના કારણે સાડી પહેરવાનું ઓછું થઈ ગયું હતું.લગ્નની ખૂબ સુંદર સાડીઓ પહેર્યા વગર પડી રહેતી એટલે ફરીથી સાડીનો શોખ ડેવલપ કર્યો.આમ તો દરેક સાડી સાથે કોઈક ને કોઈક યાદગીરી જોડાયેલી હોય છે છતાં ઘરચોળું એ દરેક સ્ત્રી માટે મનગમતી યાદગાર સાડી હોય છે.

સાડીના શોખની દરેક કરે છે પ્રશંસા

સાડી પહેરી હોય તે દરેકને ગમતું હોય છે. જાહેર જીવનમાં પ્રવૃત હો ત્યારે હોદ્દાને અનુરૂપ પોષાક પહેરવાથી લોકો સમક્ષ એક અલગ ઈમેજ ઊભી થાય છે. જ્યારે ડેપ્યુટી મેયરપદ હતું ત્યારે પણ ઓફિસે સાડી પહેરીને જ જવાનો નિયમ હતો.ઘણી વખત નાનો કાર્યક્રમ હોય કે ઓફિસમાં 10 થી 15 મિનિટનું કામ હોય તો પણ ક્યારેય સાડીના બદલે ડ્રેસ પહેર્યો નથી.આ વાતની નોંધ લઈ લોકો આ બાબતની પ્રશંસા પણ કરતા. હવે સાડી એ જાણે ઓળખ બની ગઈ છે.

પ્રચાર સમયે 20 કિ.મી. ચાલવામાં પણ નડતી નથી સાડી

ચૂંટણી સમયે પ્રચાર માટે 20-20 કિ.મી. ચાલવાનું હોય છતાં સાડી પહેરીને જ પ્રચારમાં જવાનું પસંદ કરતા.નિયમિત સાડી પહેરવાથી એ અનુકૂળ બની જાય છે.પાંચ મિનિટમાં સાડી પહે રાય જાય છે.દરેક પ્રસંગ,દરેક હોદ્દા, દરેક વ્યક્તિત્વ અને દરેક પરિસ્થિતિ હોય એ મુજબ વસ્ત્ર પરિધાન કરવું જ જોઈએ.

સાડી છે વિશ્વભરમાં પ્રખ્યાત

સાડી ફક્ત ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે.મોટા મોટા ફેશન શો કે મિસ વર્ડ,મિસ ઇન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટમાં એક રાઉન્ડ તો સાડીનો હોય જ છે.સારા સારા મૂવીમાં કેચી સીનમાં અભિનેત્રી સાડીમાં જ જોવા મળે છે.સાડી હંમેશા સ્ત્રીની સુંદરતા અને ગરિમા વધારે છે.કોઈ પણ સ્થળે,સમયે અને પ્રસંગે પહેરી શકાય એવો ભારતીય સંસ્કૃતિની ઓળખ સમો આનાથી વધુ સારો પોષાક કોઈ હોઈ જ ન શકે.અમદાવાદમાં યોજાયેલ વૈશ્વિક સ્તરના કાર્યક્રમમાં વિશ્વ નેતાઓના પત્નીએ સાડી પહેરીને ભાગ લીધો હતો એ કેમ ભુલાય.અત્યારના સમયમાં સાડી લાઇબ્રેરીનો કોન્સેપ્ટ પણ બિરદાવવા લાયક છે.ટ્રેડિશનલ બાંધણી પટોળા ક્યારેય જૂના થતાં નથી.આ બધું એક જાતનું ઈન્વેસ્ટમેન્ટ છે.સાડી પહેરેલી હોય એ એલિગન્ટ લાગતું હોય છે, સાડી લાઇબ્રેરીનો કોન્સેપ્ટ પણ ખૂબ સારો છે.

બોલિવૂડથી લઈને રાજકારણ: અનેક મહિલાઓની ઓળખ છે સાડી

સ્મૃતિ ઈરાની

બીજેપીના સ્મૃતિ ઈરાનીનો સાડીનો લૂક ચર્ચામાં રહે છે. ઉનાળાની ઋતુમાં સુખડ રંગની કોટન સાડીમાં જોવા મળતી સ્મૃતિની સાડી પહેરવાની શૈલી થોડી અલગ છે. સ્મૃતિ ખૂબ જ કેઝ્યુઅલ રીતે સાડી કેરી કરે છે. ચૂંટણી પ્રચાર હોય કે કોઈ કાર્યક્રમ હોય સ્મૃતિ દરેક પ્રસંગોએ પ્રિન્ટેડ કોટન સાડીમાં જોવા મળે છે.

નિર્મલા સીતારામન

પોતાની સાદગી માટે પ્રખ્યાત રક્ષા મંત્રી નિર્મલા સીતારામન સાડીમાં ખૂબ જ સોબર લાગે છે. તેનો લૂક ભલે સિમ્પલ હોય પરંતુ તે બિલકુલ ડલ નથી. કોટન, લિનન અને દમાસ્ક ફેબ્રિક્સમાંથી બનેલી તેમની સાડી ઉનાળામાં ખૂબ જ પસંદ આવે છે.

હેમા માલિની

ડ્રીમગર્લ હેમા માલિનીના સ્ટાઇલિશ એથનિક લૂક વિશે શું કહેવું છે.હેમા માલિની ઘણીવાર ડિઝાઇનર સાડીઓમાં જોવા મળે છે. હેમાની સ્ટાઈલ ઉંમર સાથે વધુ સુધરી રહી છે. તે ઘણીવાર બ્રાઈટ કલરની સાડીમાં જોવા મળે છે.

રેખા

હેમા માલિનીની જેમ અભિનેત્રી રેખા પણ સાડી પહેરવાની સ્ટાઈલ અને સાડી માટે જાણીતી છે દક્ષિણ ભારતની સાડીઓમાં રેખાનું સૌંદર્ય ખીલે છે. સાડી સાથે ઘરેણા પહેરવા તથા બિંદી અને હેર સ્ટાઈલ રેખાના સંપૂર્ણ વ્યક્તિત્વને ખીલવે છે.

સુષ્મા સ્વરાજ

ભારતીય જનતા પાર્ટીમાં બ્રેન વિથ બ્યુટીનો સમન્વય હતો સુષ્મા સ્વરાજમાં તેઓનું બંધ ગળાનું બ્લાઉઝ અને કોટનની સાડી તથા કપાળમાં મોટી બિંદી અને વાળનો અંબોડો આ બધાનું મિશ્રણ સુષ્મા સ્વરાજને સૌંદર્યવાન બનાવતા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement