પ્રિ-સ્કૂલના નીતિ-નિયમોમાં વિસંગતતાથી નોંધણીમાં અડચણ
પોલિસી અંગે ફેર વિચારણા કરવા માગણી: એસો.ના રાજકોટ ઝોનના પ્રમુખ દ્વારા સરકારમાં રજૂઆત
ગુજરાતમાં પ્રિ-સ્કૂલના રજીસ્ટેશનના નિતિ-નિયમોમાં ભારે વિસંગતતાથી નોંધણીમાં અડચણ પડી રહી છે. આ પોલીસીમાં ફેર વિચારણા કરવા માટે રાજય સરકારમાં એસોસીએશન દ્વારા રજુઆત કરવામા આવી છે.
આ અંગે ગુજરાત ઇન્ડીપેન્ડન્ટ પ્રિ-સ્કુલ એસો.ના રાજકોટ ઝોનના ચિરાગભાઇ સાકરીયાએ જણાવેલ છે કે તાજેતરમાં આવેલ પ્રિ-સ્કુલની ફરજિયાત નોંધણી માટેની પોલીસીમાં રહેલ વિસંગતતા જેવી કે બીયુ, નોંધણી ફી, આધાર ડાયસ, ફાયર સેફટી, 15 વર્ષનો ભાડાકરાર, બાલવાડી વર્ગ, યુ ડાયસ, ફરજિયાત ટ્રસ્ટ હેઠળ આવરવું સહિતના મુદાઓ ઉપર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ઘડવામાં આવેલ પોલીસી અને ભારત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ.એનઇપી અને ઇસીસીઇ મુજબ તેમજ જીડીસીઆરમાં સૂચિત પ્રિ-સ્કુલના પરમિસેબલ યુસેજમાં વિસંગતતાએ બાબતે સ્પષ્ટતાઓ તેમજ સરળ ન્યાયિક પોલીસીના રિવીઝન માટે રજુઆત કરવામાં આવી છે.
2020માં ભારત સરકાર દ્વારા 3 થી 6 વર્ષના બાળકો માટે નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવેલ પરંતુ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં અમુક વિસંગતતાઓ હોય રજીસ્ટ્રેશનમાં અડચણો પડતી હોવાથી તેવી નીતિઓ અને નિયમોમાં ફેર વિચારણા કરી નેશનલ એજયુકેશન પોલીસીમાં રહેલ હેતુઓ મુબજની પોલીસી તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
રાજયમાં રહેલ 40 હજાર પ્રિ-સ્કુલમાં ત્રણ લાખથી વધુ લોકો પોતાનો રોજગાર મેળવી રહ્યા છે ત્યારે એનઇપી તેમજ ઇસીસીઇમાં સૂચવ્યા મુજબ જો બધાને સાથે રાખીને પોલીસી તૈયાર કરવામાં આવે તો તમામ સ્ટેક હોલ્ડર્સ એટલે કે આવી નાની પ્રિ-સ્કુલોમાં ભણતા 40 લાખથી વધુ બાળકો, માતાપિતા તેમજ સંચાલકોને તેનો યોગ્ય વિકાસ થાય તેવી તક મળી શકે. નેશનલ એજયુકેશન પોલીસીમાં સૂચવ્યા મુજબના લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં ગુજરાત સરકાર તેમ ભારત સરકારને સરળતા રહે તે માટે પ્રિ-સ્કુલ સંચાલક આ બાબતે પગલા લેવા માંગણી કરવામાં આવી છે.