For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપમાં વિખવાદ વકર્યો, જવાહરે ફરી ડો. માંડવિયાને નિશાન બનાવ્યા

01:12 PM Jun 24, 2024 IST | Bhumika
ભાજપમાં વિખવાદ વકર્યો  જવાહરે ફરી ડો  માંડવિયાને નિશાન બનાવ્યા
Advertisement

લોકસભાની ચૂંટણી બાદ જૂનાગઢ જિલ્લામાં ભાજપના આંતરિક વિવાદ ધરી ધીરે વકરી રહ્યો છે. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ નિશાન બનાવ્યા બાદ છેલ્લા પાંચ દિવસમાં જવાહર ચાવડાએ બીજી વખત વીડિયો સોશિયલ મીડિયામાં મુકી કેન્દ્રીય મંત્રી ડો. માંડવિયાને જવાબ આપ્યો છે.

જવાહર ચાવડાએ સતત બીજા દિવસે વિડીયો શેર કરવામાં આવ્યો છે. જવાહર ચાવડાએ મનસુખ માંડવીયા પર નીશાન સાધતાં તેમને કહ્યું કે, ડાર્ક ઝોન, બીપીએલ કાર્ડ સહિતની મારી કામગીરીથી ઝૂકવું પડ્યું હતું. જવાહર ચાવડાએ ફરી પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કામો વર્ણાવ્યા છે. તેમને કહ્યું કે જવાહર ચાવડાની ઓળખાણ જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે.

Advertisement

મહેસાણાના આપણાં નિતીનભાઈ પટેલ અને આપડા માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે. 2009 થી 12 દરમિયાન ડાર્ક ઝોન મામલે આંદોલન ચલાવ્યું હતું. જે ગુજરાતના 25 ટકા વિસ્તારમાં હતું. તેના કારણે 57 તાલુકામાં કોઈ ખેડૂતોને કનેક્શન મળતા ન હતા. આંદોલન ચલાવ્યું, સભાઓ કરી, સમેલન કર્યા, ધારણા કર્યા અને 3 વર્ષના આંદોલન બાદ સરકારે 2012 ડાર્કઝોન હટાવ્યૂ. ત્યારે નીતિન કાકાએ વિધાન સભાના ફ્લોર પર જાહેરાત કરી હતી. કે ડાર્કઝોન જે દૂર થયો છે તેના પાયામાં જવાહર ચાવડા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement