For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

72 કલાકમાં આખી મોસમનો વરસાદ પડ્યો ત્યાં તાત્કાલિક નુકસાની સરવે કરવા માંગ

11:50 AM Jul 22, 2024 IST | admin
72 કલાકમાં આખી મોસમનો વરસાદ પડ્યો ત્યાં તાત્કાલિક નુકસાની સરવે કરવા માંગ

કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને કર્યો ઈ-મેલ

Advertisement

સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદના પગલે કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવેલ છે કે છેલ્લા 72 કલાકમાં સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં સરેરાશ 101%, પોરબંદર જિલ્લામાં 93% જૂનાગઢ જિલ્લામાં 84% વરસાદ નોંધાઇ ચુક્યો છે જેના કારણે ખેડૂતોને પાક નુકશાની, જમીન ધોવાણ નું ખૂબ મોટું નુકસાન થયું છે માલધારી ભાઈઓને પોતાના પશુઓનું જાનમાલનું ખૂબ મોટું નુકસાન થયું છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી જવાના કારણે ઘર વખરી અને ઘરમાં રહેલી તમામ વસ્તુઓ ખરાબ થઈ છે બઝારોમાં કળસમાં પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને પોતાની દુકાનો ગોડાઉનમાં રહેલો લાખો રૂૂપિયાનો માલ સામાન પલળી જવાના કારણે ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ તાલુકાઓ અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના એમ પાંચ તાલુકાના 65 થી 70 ગામો કે જે ઘેડ પંથકથી ઓળખાય છે તે પૈકી ઓછામાં ઓછા 40 થી 45 ગામો છેલ્લા 72 કલાકથી સંપર્ક વિહોણા છે કે ટાપુમાં ફેરવાઈ ગયા છે અને આ પૈકી 20 થી 25 ગામો હજુ આવનાર 72 કલાક સુધી આ જ સ્થિતિમાં રહેશે તો પણ નવાઈ જેવું નથી ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે એકબાજુ આપણે વિશ્વગુરુના સપનાઓ બતાવીએ છીએ, ડબલ એન્જીન સરકારના ગાણા ગાઈએ છીએ, ગુજરાત મોડેલનો પ્રચાર આખા ભારતમાં કરી રહ્યા છીએ ત્યારે 40 - 45 ગામો એક અઠવાડિયા સુધી સંપર્ક વિહોણા રહે, ટાપુમાં ફેરવાઈ ગયેલા રહે અને આપણે ડબલ એન્જીન સરકાર લાચાર બની રહેવા સિવાય કશું જ ન કરી શકીએ તો આ તે સરકારની કેવી નબળાઈ ?? ભ્રષ્ટ તંત્ર ના કારણે નાગરિકોને જાનમાલનું નુકશાન થાય, 40 - 45 ગામો દુનિયાથી સંપર્ક વિહોણા થઈ જાય એ ભ્રષ્ટ તંત્રની સૌથી મોટી ફરિયાદ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement