વાંકાનેરના રઘુનાથજી મંદિરના ગાદીપતિ પૂ.છબીરામદાસજીનું નિધન
વાંકાનેરમાં પાંચસો (500)વર્ષ પુરાણુ શ્રી રઘુનાથજી મંદિરના સાતમા ગાદીપતિ મહંત પુજય છબીરામદાસજી મહારાજનું ટૂકી બિમારી બાદ ગઇકાલે રાત્રે પુ.બાપુએ અંતિમ શ્ર્વાસ લીધા હતા.
આ વાત વાયુવેગે પ્રસરતા બહોળી સંખ્યામાં અનુયાઇઓ મંદિર ખાતે દોડી આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રની વિવિધ જગ્યાના સંતો-મહંત તથા અનુયાઇઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ રઘુનાથજી મંદિર ખાતે જ બાપુના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા. આ તકે અનેક સંતો-મહંતો તથા વિવિધ વેપારી એશો.ના અગ્રણીઓ-હોદેદારો ઉપરાંત ધારાસભ્ય: જીતુભાઇ સોમાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, વેપારી અગ્રણી વિનુભાઇ કટારીયા, ગીરીશભાઇ કાનાબાર, પત્રકારો: લિતેશભાઇ ચંદારાણા, ભાટી એન, પાલીકા પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરા, અશ્ર્વિનભાઇ મેઘાણી, વિશ્ર્વ હિન્દુ પરિસદના અમરશીભાઇ મઢવી, કાઉન્સિલર રાજભાઇ સોમાણી, અસિતભાઇ સેજપાલ, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી તથા બાર કાઉન્સિલના અગ્રણી સુનિલભાઇ મહેતા, જીતેશભાઇ રાજવીર, બ્રિજરાજસિંહ રાણા, કિરાણા એસો.ના ઉ.પ્રમુખ લલિતભાઇ ભીંડોરા, વિરાજભાઇ મહેતા, મુનાભાઇ હેરમા સહિતના અગ્રણી/આગેવાનો ઉપરાંત કાર્યકરો દ્વારા પુષ્પાંજલી તથા પુષ્પવર્ષા અર્પણ કરવામાં આવી હતી. ચેતનગીરી ગોસ્વામી બાપુની અંતમિ નગરયાત્રા રઘુનાથજી મંદિરથી પ્રસ્થાન થઇ માર્કેટ ચોક, ચાવડી ચોક, દરબારગઢ રોડ, રામચોક, પ્રતાપચોક, પુલ દરવાજા, દિવાનપરા, જેડશ્ર્વર રોડ થઇ સમાધી સ્થાને પહોંચી હતી. જ્યાં શાસ્ત્રોક્ત વિધી કરાયા બાદ સમાધી આપવામાં આવી હતી.