રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિછિંયાના દડલી ગામે યુવાને દારૂના નશામાં ઝેરી દવા પીધી

11:34 AM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

વીંછીયાનાં દડલી ગામે યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછીયા તાલુકાના દડલી ગામે રહેતો લાલો ઉર્ફે સચિન રમેશભાઈ વાળા નામનો 35 વર્ષનો યુવાન પોતાની વાડીએ હતો. ત્યારે સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં લાલો ઉર્ફે સચિન વાળા ચાર ભાઈ એક બહેનમાં વચ્ચે છે અને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે રહેતા અનિલ જતનભાઇ નામના 20 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી જ્યારે પોરબંદરના દેગામમાં રહેતા ભુરાભાઈ હોથીભાઈ સુડાવદરા નામના 85 વર્ષના વૃદ્ધે ભૂલથી એસીડ પી લીધું હતું. યુવક અને વૃદ્ધને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
a young manDadli village of Vichinyadrankdrunkpoisonwhile
Advertisement
Next Article
Advertisement