For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં રાત્રે 57 કિ.મી.ની ઝડપે વંટોળિયા ત્રાટક્યા

03:48 PM May 14, 2024 IST | Bhumika
રાજકોટમાં રાત્રે 57 કિ મી ની ઝડપે વંટોળિયા ત્રાટક્યા
Advertisement

ધૂળની ડમરીઓનો આતંક, છાપરાં-મંડપ-છાપરી અને કમાનો ઉડતા અનેક સ્થળે વીજળી ગુલ, ઘોર અંધારામાં છવાયો ભયનો માહોલ

શહેરમાં 4 સ્થળે વૃક્ષો અને 31 જગ્યાએ હોર્ડિંગ-કિયોસ્ક અને છાજલીઓ ઉડી, મોડીરાત સુધી ફાયર બ્રિગેડ-પીજીવીસીએલ ફોલ્ટ સેન્ટરોના ફોન રણકતા રહ્યા: ફાયર વિભાગ દોડતું રહ્યું

Advertisement

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને ગઇકાલે મોડી સાંજથી રાતના 11 વાગ્યા સુધી વાવાઝોડાના કારણે વંટોળ્યાએ બાનમાં લીધા હતા અને અનેક સ્થળે છાપરા, મંડપ, હોર્ડિંગ અને કમાનો ઉડી હતી તો વૃક્ષો તુટી પડવાની અનેક ઘટનાઓ નોંધાઇ હતી. જેમાં રાજકોટ શહેરમાં અલગ-અલગ સ્થળોએ ચાર તોંતીગ વૃક્ષો તેમજ અનેક રોડ-રસ્તાઓ ઉપર ડાળીઓ તૂટી પડવાની તેમજ નાના-મોટા 31 બોર્ડ બેનરો તૂટી પડતા ફાયરવિભાગ દ્વારા મોડી રાત સુધી વૃક્ષો હાટવવાની અને બોર્ડ બેનરો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

ગઇકાલે સાંજે શહેરના અમુક વિસ્તારમાં વરસાદના સામાન્યા છાંટા પડયા બાદ રાત્રે દસેક વાગ્યા બાદ આંધી-તૂફાનની માફક વંટોળીયા ત્રાટકયા હતા અને શહેરમાં ચોતરફ ધૂળની ડમરીઓ ઉડતા લોકોએ સલામત સ્થળે દોટ મૂકી હતી. વાહનચાલકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. દિવસે અસહય ગરમી બાદ રાત્રે વગર વરસાદે વંટોળીયો ત્રાટકતા ઘરો -દુકાનો ધૂળ-ધૂળ થઇ ગયા હતા.

શહેરમાં રાત્રે પવનની એવરેજ ઝડપ 35 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઇ હતી પરંતુ વચ્ચે-વચ્ચે જોરદાર પવનની લેરખીઓ ફૂંકાતી હોવાથી શહેરમાં વધુમાં વધુ પવનની ઝડપ 57 કિલોમીટર સુધીની નોંધાયેલ હતી. જેના કારણે અમૂક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ જતા અંધારપટ છવાઇ ગયો હતો. એકંદરે રાત્રે આંધી-તુફાનના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.અમુક સ્થળે વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જેના કારણે ફાયરબ્રિગેડ અને પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરોનાં ફોન મોડીરાત સુધી રણકતા રહ્યા હતા.

બોટાદમાં પવનની ઝડપ 114 કિ.મી. સુધી પહોંચી ગઇ
સૌરાષ્ટ્રમાં ગઇકાલે સાંજે અને મોડીરાત્રે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભયનું લખલખુ છૂટી જાય તેવી ઝડપે પવન ફૂંકાયો હતો. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પવન બોટાદમાં 114 કિલોમીટર પ્રતિ કલાકે નોંધાયો હતો. આજરીતે અમરેલીમાં 75 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. સતત એકાદ કલાક ફૂંકાયેલા ભારે પવન સાથે ક્યારેક ક્યારેક પવનની ઝડપ અચાનક વધી જતી હતી. જેના કારણે અનેક સ્થળે વૃક્ષો ધસી પડયા હતા. બોટાદમાં સરેરાશ પવનની ઝડપ 60થી 70 કિ.મી.ની રહી હતી જ્યારે અમુક સમયે આ ઝડપ વધીને 114 કિ.મી.સુધી પહોંચી જતા લોકોમાં ભયનુ લખલખુ છૂટી ગયું હતું.

ભારે પવન ફૂંકાતા શહેરમાં 11 ફીડર ટ્રિપ થયા
રાજકોટ માં અતિ ભારે પવન અને વરસાદનાં કારણે એચ. ટી. 1 સબ ડિવિઝન હેઠળ નવદુર્ગા, સીતારામ, ભક્તિનગર, સહકાર અને નવાગામ ફીડર, એચ.ટી. 2 સબ ડિવિઝન હેઠળ એસઆરપી અને ગુરુકુળ ફીડર જયારે એચ.ટી. 3 સબ ડિવિઝન હેઠળ વૃંદાવન, સોમેશ્વર, કસ્તુરી અને શાંતિવન ફીડર ટ્રીપ થયેલ હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement