બોટાદના ભગવાનપરા વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
11:57 AM Apr 05, 2025 IST
|
Bhumika
Advertisement
બોટાદના ભગવાનપરા વિસ્તારમાં કિશોરભાઈ વિનુભાઈ જતાપરાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક યુવકના બહેને આરોપ લગાવ્યો છે કે તેમના ભાઈની હત્યા સાસરિયા પક્ષે કરી છે. તેમણે જણાવ્યું કે યુવકની પત્ની ઘણા સમયથી પિયર રહેતી હતી, જેના કારણે પત્નીના પરિવાર સાથે વારંવાર ઝઘડા થતા હતા.
Advertisement
પરિવારજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી મૃતક યુવકના સસરા, સાસુ અને સાળા સહિતના આરોપીઓની અટકાયત નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવામાં નહીં આવે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂૂ કરી દીધી છે. પોલીસ આ હત્યા કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને શોધવા માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરી રહી છે.