ઉનામાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
આજે વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડી ગઇ: યુવાનની હત્યા પાછળ નાણાની લેતી દેતી કે જૂની અદાવત કારણ ભૂત? સાચુ કારણ જાણવા તપાસનો ધમધમાટ
સોમનાથ વેરાવળમાં ઉના શહેરના નાંદરખા ગામે આજે વહેલી સવારે નદી કાંઠે આવેલા સ્મશાન પાસે યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર જવા પામી છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ,ઉના શહેરના નાંદરખા ગામે મહેતા રામભાઈ ખાટુભાઈ ખસિયા નામના 32 વર્ષના યુવાનની લાશ આજે વહેલી સવારે નદી કાંઠે આવેલા સ્મશાન પાસેથી મળી આવતા ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહ જોતા કોઈ અજાણ્યા શખ્સોએ આ યુવાનને છાતીના ભાગે અને શરીરે કોઈ તીક્ષણો હથિયારમાં ઘા ઝીંકી દીધેલા હતા અને પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
રામભાઈ ખસિયા ને સંતાનમાં બે દીકરી એક દીકરો છે અને પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓના મૃત્યુથી સંતાન હોય પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે તેમજ ગ્રામજનોમાં ચર્ચા રહ્યું છે કે રામભાઈ ખાસિયાની રાત્રે જ હત્યા કરવામાં આવી હતી અને લાશને સ્મશાન પાસે ફેંકી દેવામાં આવી હતી.આ હત્યા પાછળનું સચોટ કારણ જાણવા માટે હાલ પોલીસે પરિવારની પૂછપરછ કરી મોબાઈલના કોલ ડીટેલ તપાસવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનામાં એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી, ઉના પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યા પાછળનું કારણ જાણવા તજવીજ શરૂ કરી દીધી છે. હાલ તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે રામભાઇ ખાટુભાઇ ખસીયાને અલગ જગ્યાએ મારમારી છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને નાંદરખા ગામના સ્મશાન નજીક ફેંકી દેવામાં આવી હતી. આ ઘટના પાછળ કોઇ જૂની અદાવત કે પૈસાની લેતી દેતી હોવાનુ હાલ ચર્ચાઇ રહ્યું છે. જો કે, પોલીસ દ્વારા હાલ સાચુ કારણ બહાર લાવવા માટે પ્રયતનો કરવામાં આવી રહ્યા છે. રામભાઇના મૃત્યુથી પરિવાર પર આભ ફાટ્યું છે. તેઓ મંજૂરી કામ કરી ઘરનુ ભરણ પોષણ કરતા હતા હવે તેમનું મૃત્યુ નીપજતા પરિવાર આધાતમા મુકાઇ ગયો છે.