થાનગઢમાં દીવાલના ઝઘડામાં પડોશીના હાથે યુવકની હત્યા
થાનગઢમાં વિરાટનગરમાં મકાનની સહિયારી દીવાલ મામલે 2 પાડોશી વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એકને ઇજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં અવસાન થતા મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે. થાગનઢમાં વિરાટનગરમાં રહેતા 2 પરિવાર વચ્ચે ઝઘડો હત્યામાં પરિણમ્યો હતો.
આ પછી આ પ્રશાંતભાઇએ આપણા બન્ને વચ્ચેની દીવાલ મેં બનાવી છે તમે બીજા માળ બનાવો ત્યારે મને સહિયારી દીવાલના પૈસા આપવાના રહેશ. તેની હા પાડી હતી. જ્યારે દિલિપભાઇએ ઉપરના માળનું કામ ચાલુ કરાવ્યું ત્યારે પ્રશાંતભાઇએ દીવાલના પૈસા આપવા જણાવ્યું તો દિલીપભાઇએ પછી આપી દઇશ જણાવ્યું હતું. આથી પ્રશાંતભાઇએ પૈસા માગતા ઝઘડો કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેનું મનદુખ રાખી 8-6-2025ના રોજ પ્રશાંતભાઇ અને હિરેનભાઇએ દીવાલના પૈસા મામલે ઝઘડો કરી દિલિપભઇ મકવાણાને છાતીના ભાગે લાકડીથી ઇજા કરી હતી.
આથી જ્યારે તેમનો દીકરો અક્ષય અને તેમના પત્નિ બિયદીયા બચાવવા આવતા તેમને પણ લાકડીથી માર માર્યો હતો. આ બનાવ બનતા લોકો ભેગા થઇ ગયા ત્યારે હુમલો કરનાર બન્ને પૈસા આપી દેજો નહીં તો ઘરે રહેવું ભારે પડી જશે, મારી નાંખીશું કહી જતા રહ્યા હતા. દિલિપભાઇને ઇજા થતાં થાન સરકારી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સિવિલમાં લઇ જવાયા હતા. જ્યાં તબીયત વધુ ખરાબ થતાં અમદાવાદ સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં દિલિપાભાઇનું મોત થયુ હતું. આમ હુમલાનો બનાવ હત્યામાં પરિણમતા થાનના પ્રશાંતભાઇ જાદવ, હિરેનભાઇ જાદવ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.