ભાડામાંથી કમિશન મામલે ગ્રીનલેન્ડ ચોક્ડીથી યુવાનનું અપહરણ, મોકો જોઇ જૂનાગઢથી ભાગ્યો
હુડકો પાસે નાડોદા નગરમાં રહેતા અને રાજકોટ અમદાવાદ પાટે ગાડી ચલાવતા યુવાન પાસેથી ભાડાના કમિશનના રૂૂ.2 હજારની ઉઘરાણીમાં ગ્રીનલેન્ડ ચોકડીથી સ્વીફ્ટ કારમાં અપહરણ કરી જૂનાગઢ લઇ જતા યુવાન મોકો જોઈ જૂનાગઢથી ભાગી હેમખેમ રાજકોટ પહોંચ્યો હતો.આ મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધાયો છે.
વધુ વિગતો મુજબ, હૂડકો પોલીસ ચોકી પાછળ, નાડોદાનગર, શેરી નં-7માં રહેતા સંજયભાઇ ભીખાભાઈ રાઠોડ(ઉ.વ.24)એ સકીલ રજાકભાઈ દશાડિયા(રહે.શિતલ પાર્ક)નું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.સંજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હુ હાલ અર્ટીગા ફોરવ્હીલ કાર રાજકોટ-અમદાવાદ ખાતે ડ્રાયવીંગ કરી પેસેન્જરમા ચલાવુ છુ જેમા શકીલભાઈ પણ પોતાની સ્વીફ્ટ કાર રાજકોટ-અમદાવાદ પેસેન્જર ભરી પાટે ચલા વે છે. જેથી અમો બન્ને એકબીજાને છેલ્લા એકાદ વર્ષથી ઓળખીએ છીએ.ગઇ તા.30/05ના રોજ હુ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આશરે બપોરના ચારેક વાગ્યાના અરસામા હોય ત્યારે શકીલભાઇ રજાકભાઈ દશાડીયાનો ફોન આવેલ હતો અને મને જણાવેલ કે,સંજયભાઈ તમારે જૂનાગઢનુ ભાડુ છે તો તમારે જવુ હોય તો જણાવો, તેમ કહેતા મે તેમને હા પાડેલ હતી અને ગ્રાહક પાસેથી રૂૂ.6,300 નુ ભાડુ લેવાનુ અમો બન્ને વચ્ચે મૈાખીક રીતે નક્કી થયેલ હતુ. જેમા રૂૂ.2,000/- શકીલભાઇનુ કમીશન મારે તેમને આ ભાડામાંથી આપવાનુ નક્કી થયેલ હતુ.
આ ભાડુ લઇને હું ગઇ તા.31/05ના રોજ જૂનાગઢ ખાતે પેસેન્જર લઇને મૂકવા માટે ગયેલ હતો અને હુ પેસેન્જર મૂકી રાજકોટ પરત આવી ગયેલ હતો. ત્યારે મને આ શકીલભાઈએ ફોન કરી જણાવેલ કે, મારા કમીશનના રૂૂ.2, 000/- ક્યારે આપશો? જેથી મે તેઓને જણાવેલ કે હાલ મારી પાસે પૈસા નથી. હુ તમોને તા.01/06/2025 ના રો જ ગાડી લઇને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવુ ત્યારે આપી દઈશ.તેમ વાત મે શકીલભાઇને કરેલ હતી. બાદ ગઇ તા.01/06ના રોજ બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરસામા હુ મારી અર્ટીગા ગાડી લઇને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ગયો હતો અને મારા મિત્ર કેશવભાઈ તેઓનુ બાઈક લઇને ત્યા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલ હતા.ત્યારે આ શકીલભાઇ તેમની સ્વીફ્ટ ગાડીમા પેસેન્જર બેસાડી જવાની તૈયારી કરતા હતા.
તે દરમ્યાન તેઓ મારી પાસે આવેલ અને મને જણાવેલ કે,મારા કમીશનના પૈસા મને આપી દે.કહી અપહરણ કરી જૂનાગઢ લઇ ગયા હતા અને મારા ગાલ પર બે-ત્રણ જાપટો મારી અને જ્ઞાતી પ્રત્યે હડ ધૂત કરેલ હતો. બાદ મને શકીલભાઇએ જણાવેલ કે, તુ મારા કમીશનના પૈસા નહી આપે તો તુ ગ્રીનલેન્ડ ચોકડીએ કેમ ધંધો કરે છે તે હુ જોઇ લઇશ. તેમ કહી મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી અને મજેવડી ગેઇટ પાસે ગાડી તેણે ઉભી રાખેલ હોય અને મને મોકો મળતા હુ તેને ધક્કો મારી દોડીને ભાગી તેની પાસેથી છૂટી ગયેલ હતો.ત્યારબાદ રાજકોટ આવી ફરિયાદ નોંધાવી હતી.આ મામલે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી.