જેતપુરમાં હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડયો; બનાવ હત્યામાં પલ્ટાયો
કૌટુંબિક કાકાના ઘરે આંટો મારવા આવેલા યુવકને શખ્સે લોખંડના સળિયા વડે માર માર્યો’તો
મુળ મધ્યપ્રદેશનો વતની અને જેતપુરમા કૌટુંબીક કાકાનાં ઘરે આટો મારવા આવેલા 18 વર્ષનાં શ્રમીક યુવાન પર 20 દિવસ પુર્વે એક શખ્સે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી લોખંડનાં સળીયા વડે માર માર્યો હતો . યુવકને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો જયા યુવકની ટુકી સારવાર દરમ્યાન મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો હતો. યુવકનાં મોતથી શ્રમીક પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનાં વતની અને હાલ જેતપુરમા રહેતા કરણસિંહ ભુપતસિંહ ગોળ નામનો 18 વર્ષનો યુવાન ગત તા. 2 નાં રોજ જેતપુરમા હતો . ત્યારે જેસિંગ ગોળ નામનાં શખ્સે ઝઘડો કરી લોખંડનાં સળીયા વડે માર માર્યો હતો.
યુવકને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો જયા યુવકનુ ટુકી સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. આ ઘટના અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરતા જેતપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક કરણસિંહ ગોળ બે ભાઇ એક બહેનમા મોટો હતો અને જેતપુરમા રહેતા કૌટુંબીક કાકા શ્યામલાલનાં ઘરે આટો મારવા આવ્યો હતો જે દરમ્યાન જેસિંગ ગોળ નામનાં શખ્સે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી લોખંડનાં સળીયા વડે માર માર્યો હતો . જેથી ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે જેતપુર પોલીસે નોંધ કરી કાનુની તપાસનો દોર લંબાવ્યો છે.