ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢમાં યુવકને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લીધા

12:07 PM Jan 31, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જૂનાગઢનાં યુવકને તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી તાઇવાન મોકલાતા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે.... એમ કહી 24 કલાક સુધી ડિઝિટલ એરેસ્ટ કરી લેવાયો હતો અને તેની પાસેથી 26.15 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ થતાં સાયબર પોલીસમાં થઇ છે. શહેરમાં શશીકુંજ રોડ, નવી કલેકટર ઓફિસ સામે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા 29 વર્ષીય મનન શશીકાંતભાઈ મહેતાએ ફરિયાદમા જણાવ્યુ હતુ કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી તાઇવાન મોકલાતા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે..

Advertisement

એમ કહીને મને ડરાવ્યો, બેંકની ડિટેઇલ્સ લઈ લીધી હતી અને હુ બેંગ્લોર ખાતેની કંપનીમાં સિનિયર ક્ધસલ્ટન્ટ તરીકે પ્રાઇવેટ નોકરી વર્ક ફોર્મ હોમ તરીકે ઘરે રહીને કામ કરું છું. ગઈ તા. 12-06-2024ના રોજ સવારે 9 વાગે ઘરે હતો ત્યારે મારા મોબાઈલ પર અજાણ્યા મોબાઈલ નંબર 9200449255 ઉપરથી ફોન આવેલ અજાણ્યા શખ્સે અંગ્રેજીમાં વાતચીત કરી હું મુંબઈથી ડીએચએલ કુરિયર કસ્ટમર ઓફિસર અમિતકુમાર બોલું છું તમારા નામથી એક પાર્સલ તાઇવાનના એડ્રેસ પર મોકલવામાં આવેલ જે મુંબઈ કસ્ટમ દ્વારા ડિટેઇન કરવામાં આવેલ છે, જેમાં તમારા આધાર કાર્ડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાર્સલ નું વજન 7.6 કિલો છે અને પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ દ્વારા રૂૂપિયા 15,645 ભરવામાં આવેલ છે.

પાર્સલમાં કપડા, 5 પાસપોર્ટ, લેપટોપ, 200 ગ્રામ એમડીએમએ ડ્રગ્સ અને રૂૂપિયા 35,000 રોકડા મળી આવેલ છે તમારા ઉપલા અધિકારી અંકિત શર્મા સાથે વાત કરવી પડશે તેમ જણાવી શખ્સે ફોન ટ્રાન્સફર કરી આપ્યો હતો બાદમાં અંકિત શર્માએ અંગ્રેજીમાં વાત કરી તમારા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઇમરજન્સી લાઈન ઉપર ફરિયાદ નોંધાવવાની રહેશે તેમ જણાવી ફોન ટ્રાન્સફર કરી આપતા સામેથી વિક્રમસિંહ નામના વ્યક્તિએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી તમારા આધાર કાર્ડના ઉપયોગ દ્વારા મોકલવામાં આવેલ પાર્સલમાં ડ્રગ્સ હોવાના કારણે ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની રહેશે તેમ જણાવી સ્કાયપી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું જણાવતા ડાઉનલોડ કરી હતી.

અને લેપટોપ મારફતે ઓનલાઈન મીટીંગ જોઈન થયો હતો. એપ્લિકેશનમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના આઈડી દ્વારા મોબાઇલમાં કેમેરા સામે ઓનલાઈન વીડિયો ચાલુ રાખી સતત એક દિવસ ઘરની બહાર નીકળવા નહિ દઈ ગોંધી રાખી ડિજિટલ એરેસ્ટ કરી માનસિક ત્રાસ આપ્યો હતો અને બેંક ખાતાની માહિતી અને તેમાં રહેલ રકમ એસબીઆઈ દ્વારા વેરીફાઈ કરવા માટે અજાણ્યા બેન્ક ખાતામાં મારી પાસેથી પોલીસ કેસમાં ફસાવી દેવાનો ડર બતાવી રૂૂપિયા 26.15 લાખ કઢાવી લીધા હતા. આ અંગે યુવકની અરજી બાદ જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે ગુરુવારે ફરિયાદ લઇ અજાણ્યા શખ્સો સામે ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Tags :
crimedigitally arrestedgujaratgujarat newsJunagadh NEWSjungadh
Advertisement
Advertisement