ભીક્ષુકને હેરાન કરતા યુવાનની હત્યાનું રિક્ધટ્રક્શન કરાયું
રાજકોટમાં દિવાળીના તહેવારોથી શરૂૂ થયેલો હત્યાઓનો સીલસીલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. રાત્રે જવાહર રોડ પર ભીક્ષુકોને હેરાન કરતાં ધાર્મિક ઉર્ફે ધલુ પ્રકાશભાઈ મકવાણા (ઉ.વ.18, રહે. ઠક્કરબાપા વિસ્તાર, ડો. યાજ્ઞિાક રોડ નજીક)ને ખુદ તેના મિત્ર રીક્ષા ચાલક મયુર કિશોરભાઈ લઢેર (ઉ.વ.24, રહે. પેડક રોડ, આરએમસી આવાસ યોજનાના ક્વાર્ટર)એ છરીનો એક ઘા ઝીંકી પતાવી દીધો હતો.
એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપી મયુરની ધરપકડ કરી હતી. આ ઘટનામા આરોપીને પકડી આજે ઘટના સ્થળે લઇ જઇ રીક્ધટ્રકશન કરવામા આવ્યુ હતુ . ત્યારે આરોપીએ બે હાથ જોડી માફી માગી છે. હત્યાનો ભોગ બનનાર ધાર્મિક ડો. યાજ્ઞિક રોડ પર કપડાના શો-રૂૂમમાં નોકરી કરતો હતો. બે ભાઇમાં મોટો હતો. આવતા મહિને તેની સગાઇ થવાની હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે રાહુલ જગદીશભાઈ વાઘેલાનો ગઇકાલે જન્મદિવસ હતો. જેની ઉજવણીમાં ધાર્મિક, તેના બે મિત્રો યુગ દીપકભાઈ વાઘેલા અને જયદીપ ભરતભાઈ શીંગાળા સહિતના પણ સામેલ થયા હતા. જન્મદિવસની ઉજવણી બાદ રાહુલ સિવાયના ત્રણેય મિત્રો જવાહર રોડ પરની મોમાઇ ટી સ્ટોલે ચા પીવા આવ્યા હતા.
જ્યાં ગમે તે થતાં ધાર્મિકે ફૂટપાથ પર સૂતેલા ભીક્ષુકોને હેરાન કરવાનું શરૂૂ કર્યું હતું. આ બધું તે મસ્તીમાં કરતો હતો. સાથે રહેલા બે મિત્રો યુગ અને જયદીપે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નહીં સમજતાં યુગે બીજા મિત્રોને ફોન કર્યો હતો. તે સાથે જ તેના બીજા મિત્રોમાં અંકિત કિરીટભાઈ ઘાવરી અને જેનો બર્થ ડે હતો તે રાહુલ આરોપી મયુરની રીક્ષામાં ત્યાં પહોંચ્યા હતાં.
આવીને મયુરે પણ ધાર્મિકને સમજાવવાનો પ્રયાસ કરતાં ધાર્મિકે તેને ગાળો ભાંડી હતી. જેને કારણે બંને વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાઇ ગયેલા મયુરે પોતાની રીક્ષામાંથી છરી લઇ આવી તેનો એક જ ઘા ધાર્મિકની છાતીમાં ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. જે જોઇ આરોપી મયુર ત્યાંથી રીક્ષા લઇને ભાગી ગયો હતો. બાકીના મિત્રોએ ધાર્મિકને સિવિલમાં ખસેડયો હતો. આ તમામ મિત્રો ડરી જતાં શરૂૂઆતમાં પોલીસને ઘંટેશ્વર પાસે અકસ્માતમાં ઇજા થયાનું જણાવ્યું હતું.
આ ઘટનામા એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ બી. વી. બોરીસાગર , રાઇટર મનોજભાઇ મકવાણા સહીતનાં સ્ટાફે આરોપીને ઘટના સ્થળે લઇ જઇ રીક્ધટ્રકશન કરાવ્યુ હતુ.