બેડી ચોકડી પાસે ઝેરી દવા પી લેનાર યુવકનું મોત: અકસ્માત થયાનું પરિવારનું નિવેદન
મોરબીના કેરાળા ગામે રહેતો ટાઇલ્સના માર્કેટિંગ માટે રાજકોટ આવતો હતો ત્યારે બેડી ચોકડી પાસે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવારમાં મોત થતા અકસ્માતથી મોત થયાનુ પરિવારે જણાવતા યુવકના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના કેરાળા ગામે રહેતો દિવ્યેશકુમાર દિપકભાઇ ચારોલા નામનો 26 વર્ષનો યુવાન રાજકોટમાં બેડી ચોકડી પાસે હતો ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને બેસુધ હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો.
જયા યુવકનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવક બે ભાઇમાં નાનો હતો અને ટાઇલ્સનું માર્કેટીંગ કરવા રાજકોટ આવતાો હતો. ત્યારે બેડી ચોકડી પાસે ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેનુ સારવારમાં મોત નીપજતા પરિવાર દ્વારા અકસ્માત નડ્યો હોવાની શંકાવ્યકત કરતા યુવકના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.