ચુનારાવાડમાં જુની અદાવતમાં યુવાન ઉપર હુમલો, સોનાના ચેઇનની લુંટનો આક્ષેપ
ગાંધી વહાસત સોસાયટી અને રેન બસેરા નજીક બે મહીલાએ ફિનાઇલ પીધું
રાજકોટ શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતા યુવકને જૂની અદાવતમાં ચાર શખ્સોએ માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હુમલાખોર શખ્સોએ સોનાના ચેઇનની લૂંટ ચલાવી હોવાનો ઇજાગ્રસ્ત યુવાને આક્ષેપ કર્યો છે.
આ બનાવ પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચુનારાવાડ વિસ્તારમાં રહેતો અજય સંજયભાઈ સોલંકી નામનો 25 વર્ષનો યુવાન રાજમોતી મીલ પાસે રાજા ચોકમાં હતો ત્યારે જુની અદાવતનો ખાર રાખી ઇરફાન અને રાહુલ સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર્યો હતો. હુમલામાં ઘવાયેલા અજય સોલંકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાને હુમલાખોર શખ્સોએ સોનાના ચેઇનની લૂંટ કરી હોવાનો આક્ષેપ કર્યો છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કુવાડવા રોડ ઉપર રણછોડદાસ આશ્રમ પાસે આવેલી ગાંધી વસાહત સોસાયટીમાં રહેતી લક્ષ્મીબેન સંજયભાઈ મકવાણા નામની 30 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું.
જ્યારે કોર્ટ નજીક આવેલ રેન બસેરા પાસે પારુલબેન પ્રવીણચંદ્ર સેવાદાણી નામની 49 વર્ષની મહિલાએ કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ ગટગટાવી લીધું હતું. બંને મહિલાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.