જયુબિલી પાસે લોટરી બજારમાં નારિયેળના રૂપિયા આપવા મામલે યુવાન પર હુમલો
શહેરના જયુબિલી પાસે લોટરી બજારમા નાળીયેરના રૂપીયા આપવા મામલે યુવાન પર બે કૌટુબિક ભાણેજે છરી વડે હુમલો કરતા ઘવાયેલો યુવાન લોહી લુહાણ હાલતમા સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસમા બંને વિરૂધ્ધ ફરીયાદ નોંધાઇ છે.
વધુ વિગતો મુજબ કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ કવાર્ટરમા રહેતા મહેશભાઇ નારણભાઇ ચુડાસમા નામના 38 વર્ષના યુવાને તેમના કૌટુબિક ભાણેજ હેમંત લક્ષ્મણ પરમાર અને રમેશ લક્ષ્મણ પરમાર વિરૂધ્ધ છરી વડે હુમલો કર્યાની પોલીસમા ફરીયાદ નોંધાવતા પીએસઆઇ કે. એમ. વડનગરા તપાસ ચલાવી રહયા છે.
મહેશભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે જયુબિલીમા નાળીયેરનો વેપાર કરે છે. ગઇ તા. 21 જાન્યુઆરીના રોજ સવારે પોતે જયુબિલી લોટરી બજારમા નાળીયરના ગોડાઉને હતા ત્યારે કૌટુબિક ભાણેજ રમેશ લક્ષ્મણ પરમાર નાળીયેરની ખરીદી કરવા માટે આવ્યો હતો અને તેમણે 1 નાળીયેરના 36 ના રૂપીયાના ભાવે કુલ પ00 નાળીયર એમ મળી કુલ રૂ. 18000 ના નાળીયેરની ખરીદી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે રમેશભાઇ મહેશભાઇના ગોડાઉને આવ્યા હતા અને પ00 નાળીયેરના રૂપીયા 17000 આપતા હતા જેથી મહેશભાઇએ રમેશને કહયુ કે નાળીયેરના 18000 રૂપીયા પુરા આપો. જેથી તેમણે નાળીયેરના 17પ00 રૂપીયા ગણી આપ્યા હતા ત્યારબાદ રમેશને કહયુ કે 18000 રૂપીયાથી એક રૂપીયો પણ ઓછો નહી ચાલે. જેથી રમેશ પૈસા આપ્યા વગર જ ત્યાથી જતો રહયો હતો.
ત્યારબાદ તા. 24 ના રોજ સવારના સમયે મહેશભાઇ ગોડાઉને હતા ત્યારે રમેશ અને તેનો નાનો ભાઇ હેમંત ત્યા પહોંચ્યા હતા અને કહેવા લાગ્યા કે તુ શું રૂપીયા રૂપીયા કરે છે. તેમ કહી ગાળો આપી અને બંનેએ ધકકો મારી ઢીકાપાટુનો માર માર્યો હતો બાદમા ત્યા પડેલી નાળીયર કાપવાની છરીઓ લઇ રમેશે મહેશને બાવળા પાસે છરી ઝીકી દીધી હતી અને હેમંતે ડાબા પગે સાથળના ભાગે છરીનો ઘા ઝીકી દીધો હતો. ત્યારબાદ બંને ત્યાથી જતા રહયા હતા અને મહેશભાઇ લોહી લુહાણ હાલતમા પોતાનુ બાઇક ચલાવી જાતે સરકારી હોસ્પીટલે પહોંચ્યા હતા. આ ઘટના મામલે મહેશભાઇએ બંને કૌટુબીક ભાણેજ હેમંત અને રમેશ વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.