નાડોદાનગરમાં પાડોશી સગીરાને ભગાડી જવા મામલે યુવક પર હુમલો
ભાગી ગયેલા યુવક-સગીરાને રાજકોટ લાવ્યા બાદ સગીરાના પરિવારજનો તૂટી પડયા
શહેરનાં કોઠારીયા રોડ નાળોદાનગરમા રહેતી સગીરાને ભગાડી ગયા બાદ યુવક - સગીરા ફરી ઘરે આવતા સગીરાનાં પરીવારજનોએ યુવક પર હથીયાર લઇ તુટી પડયા હતા. આ ઘટનામા ભકિતનગર પોલીસનાં સ્ટાફે રાયોટીંગ, મારામારી સહીતની કલમ હેઠળ 11 શખસો સામે ગુનો નોંધ્યો હતો.
વધુ વિગતો મુજબ હુડકો પોલીસ ચોકી પાસે મારૂતીનગર સોસાયટીમા રહેતા પ્રતાપ ગોપાલભાઇ સોલંકી (ઉ.વ.2ર) એ સગીરાનાં પિતા-માતા અને ભાઇ તેમજ અન્ય 7 થી 8 શખસો વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા તજવીજ શરૂ કરી છે. આ ઘટનામા ફરીયાદી પ્રકાશભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ શાકભાજીની ફેરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે પ્રતાપ 6 ભાઇ અને 3 બહેનમા ત્રીજા નંબરનો છે .
પ્રતાપનાં બહેન સંગીતાની 12 વર્ષની બહેનપણી જે બાજુની શેરીમા રહેતી હોય અને ઘરે આવતી હોય જેથી પ્રતાપને તેની સાથે પરીચય થયો હતો. અને બંને એ એકબીજાનાં મોબાઇલ નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ પ્રતાપ અને સગીરા ફોનમા વાત કરતા હતા. ત્યારે તેમનો ભાઇ કિશોર આવી ગયો હતો. અને મોડે સુધી કોની સાથે વાતો કરો છો તેમ કહી ઝઘડો કરી હેમાંશી સાથે વાત કરવાનુ બંધ કરી દેજે તેમ કહયુ હતુ. ત્યારબાદ પ્રતાપે પાડોસી સગીરાને ભગાડી જવાનુ નકકી કરતા પ્રતાપ પોતાનાં ઘરેથી સગીરાને લઇ અને આજીડેમ ચોકડીથી રીક્ષામા બેસી સરધાર ઉતરી ગયા હતા. અને ત્યાથી બંને અમરેલી પહોંચ્યા હતા.
ત્યારે પ્રતાપને તેનાં ભાઇ વિપુલનો ફોન આવ્યો અને તેમણે કહયુ કે તમે કયા ભાગીને જતા રહયા છો. તમને પોલીસ ગોતે છે. તુ કયાય ભાગતો નહી તેમ વાત કરી હતી. જેથી પ્રતાપે પોતે અમરેલી હોવાનુ જણાવ્યુ હતુ. અને ત્યાથી લીલીયા જતા રહયા હતા. ત્યારબાદ સગીરા અને પ્રતાપ લીલીયા ચા પાણી પિતા હતા ત્યારે પ્રતાપનો ભાઇ વિપુલ અને સગીરાનાં પિતા ત્યા કાર લઇ પહોંચ્યા હતા. અને લીલીયાથી કારમા બેસાડી બંનેને રાજકોટ લઇ આવ્યા હતા.
ત્યારબાદ નાળોદાનગર પહોંચતા સગીરાનાં ઘર પાસે સગીરાનાં માતા, સગીરાનો ભાઇ અને તેમનાં સાત થી આઠ સબંધીઓ એ માથાકુટ કરી અને પ્રતાપને ઢીકા પાટુનો માર માર્યો હતો. આ સમયે પ્રતાપને છોડાવવા વિપુલ વચ્ચે પડતા સગીરાનાં પિતાએ તેમનો કાઠલો પકડી ઢસડયો હતો. અને માતા અને તેમનાં ભાઇએ પાઇપ લઇ પ્રતાપને બેફામ માર માર્યો હતો. ત્યારબાદ પ્રતાપને વધુ માર માથી છોડાવી સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડયો હતો. આ ઘટના મામલે ભકિતનગર પોલીસ સ્ટાફે ગુનો નોંધી આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.
----