નાનો ભાઇ માસીના દીકરાની પત્નીને ભગાડી જતા મોટા ભાઇને માર ખાવો પડયો
વાંકાનેર ચોકડી પાસે બનાવ: મહિલાના પતિ સહિત બે સામે પોલીસમાં ફરિયાદ
નાનોભાઈ માસીના દીકરાની પત્નીને ભગાડીને લઇ ગયો હોય તેનો ખાર રાખી માસિયાઈ ભાઈ અને એક અજાણ્યા શખ્સે વાંકાનેર ચોકડી પાસે મોટાભાઈ પર લાકડી વડે હુમલો કર્યો હતો. આ અંગે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
વધુ વિગતો મુજબ ચોટીલાના શિરોડા ગામે રહેતા રાજુભાઇ પીઠાભાઈ ખાવડુ(ઉ.વ.30) એ મનસુખભાઈ ગોવાભાઈ સાગઠિયા અને એક અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી છે.રાજુભાઈએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે,મારા ભાઇ દિનેશભાઇને મારા માસીના દિકરા મનસુખભાઈ ગોવાભાઈ સાગઠીયા(રહે.ફુલઝર ગામ તા. ચોટીલા જી.સુરેન્દ્ર નગર વાળા)ની પત્ની કમલાબેન સાથે પ્રેમ સંબંધ હતો જેથી મારો ભાઈ દિનેશભાઈ તથા કમલાબેન આશરે ત્રણેક વર્ષ પહે લા ભાગી ગયેલ હતા અને ત્રણેક મહીના બહાર રહેલ હતા.બાદમાં પરત આવી ગયેલ હતા જેથી અમે અમારા સમાજની રાહે કમલાબેનને તેમના પતિ મનસુખભાઈને સોપી દિધેલ હતી.
બાદમાં આશરે બે વર્ષ પહેલા મારો ભાઇ દિનેશભાઇ અને કમલાબેન બંન્ને પાછા ભાગી ગયેલ હતા.જેથી મારા ભાઇ જગદીશભાઇને મનસુખભાઇએ કહેલ હતુ કે હુ તમોને બધાને સમય આવ્યે જોઇ લઇશ બાદમાં ગઇ તા.19/06 ના રોજ હુ મારા ગામથી કુવાડવા ગામ મારા મામાના દિકરા સુરેશભાઈ લક્ષ્મણભાઇ સોલંકીના ધરે જવા માટે નીકળેલ હતો અને હુ બપોરના દોઢ વાગ્યાની આસપાસ કુવાડવા ગામ ખાતે ઉતરેલ હતો ત્યા ઉતરીને હુ કુવાડવા ગામ વાકાનેર ચોકડી પાસે આવેલ હોટલે ચા પીવા માટે ગયેલ ત્યારે મારા માસીનો દિકરો મનસુખભાઈ પોતાનુ બાઈક લઈને ત્યા આવેલ હતો અને મારી સાથે બોલાચાલી ઝધડો કરવા લાગેલ હતો.
જેથી હુ ત્યાથી ચાલીને રોડ તરફ જવા લાગ્યો હતો.જેથી મનસુખભાઇ પણ મારી પાછળ પાછળ આવવા લાગેલ હતા એટલી વારમાં બીજો અજાણ્યો વ્યકિત બાઈક લઈને આવેલ હતો અને બાઈકમાથી નિચે ઉતરીને મારી સાથે બોલાચાલી ઝધડો કરવા લાગેલ હતા એટલીવારમાં આ અજાણ્યા માણસે છરી કાઢીને મને મારવાની કોશિશ કરતા મે મારા હાથમાં છરી પકડી લીધેલ હતી.
જેથી મારા ડાબા હાથમાં ઇજા થયેલ હતી બાદમાં આજુબાજુમાંથી માણસો ભેગા થઈ જતા તેઓ પોત પોતાનુ બાઈક લઈને ત્યાથી ભાગી ગયેલ હતા.આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.