માળિયા-મિંયાણાના મોટા ભેલા ગામે લાકડાના પ્રશ્ર્ને મોટાભાઈ ઉપર નાનાભાઈનો હુમલો
માળીયા-મીયાણાના મોટા ભેલા ગામે લાકડાના પ્રશ્ર્ને મોટાભાઈ ઉપર નાનાભાઈએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માળીયા મીયાણાના મોટા ભેલા ગામે રહેતાં મનસુખભાઈ પોલાભાઈ પંચાસરા નામનાં 45 વર્ષના પ્રૌઢ રાત્રીના સમયે પોતાના ઘરે હતાં ત્યારે તેના નાના ભાઈ હેમરાજે લાકડાના પ્રશ્ર્ને ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. મનસુખભાઈ પંચાસરાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત બીજા બનાવમાં ગીર ગઢડાના ગીરકોઠીયા ગામે રહેતાં સંજયભાઈ મેરામભાઈ કોળી નામનો 25 વર્ષનો યુવાન રાત્રીના સમયે તેના નાના ભાઈ સાથે જુની અદાવતનો ખાર રાખી ઝઘડો કરતાં ભરત બારૈયાને સમજાવવા અને નાના ભાઈ અજયના ઝઘડામાં વચ્ચે પડતાં ભરત બારૈયાએ લાકડી વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
