For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીંછિયામાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવાર ઉપર યુવકના પરિવારનો હુમલો

01:17 PM Jun 06, 2025 IST | Bhumika
વીંછિયામાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવાર ઉપર યુવકના પરિવારનો હુમલો

વિછીયામા પ્રેમ પ્રકરણ બાબતે બે કોળી પરીવાર વચ્ચે થયેલ માથાકુટ બાદ શસસ્ત્ર બઘડાટી બોલી જતા 3 ને ઇજા થઇ હતી. યુવતીને લઇને ભાગેલા યુવકનાં ઘર પર યુવતીનાં પરીવારે હુમલો કરી દીધો હતો જેમા મહીલા સહીત 3 ઘવાયા હતા. પાંચ મહીલા સહીત 9 સામે ગુનો નોંધાયો છે.

Advertisement

મળતી વિગતો મુજબ વિછીયાનાં અમરાપુર ગામે રહેતા ભાવુબેન મનજીભાઇ ડાભીએ નોંધાવેલી ફરીયાદમા આરોપી તરીકે નાથા કુરજી વસાણી, હરેશ સામજી વાસાણી, જસમત સામજી વસાણી, ભારતીબેન હરેશભાઇ વાસાણી, લીલાબેન જશમતભાઇ વાસાણી, સવુબેન નાથાભાઇ વાસાણી, શાંતુબેન સામજીભાઇ વાસાણી, ગીતાબેન રમેશભાઇ વાસાણી અને ચતુર રામજી વસાણીનુ નામ આપ્યુ છે ફરીયાદમા જણાવ્યા મુજબ ભાવનાબેનનો પુત્ર રોહીત પાંચ દિવસ પુર્વે નાથાભાઇની પુત્રીને ભગાડી ગયો હોય આ પ્રેમ પ્રકરણ બાબતે બંને પરીવાર વચ્ચે માથાકુટ થઇ હતી. જેનો ખાર રાખી યુવતીનાં પિતા સહીતનાં પરીવારજનોએ લોખંડનાં પાઇપ તથા ધોકા સહીતનાં હથીયારો ધારણ કરી યુવકનાં ઘરમા ઘુસી આતંક મચાવ્યો હતો. અને હુમલો કરતા ભાવનાબેન તથા શિતલબેન અને જયદીપને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનામા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા.વિછીયા પોલીસે ભાવનાબેનની ફરીયાદનાં આધારે યુવતીનાં પિતા નાથાભાઇ વસાણી અને પાંચ મહીલા સહીત 9 વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement