મામા અને પિતરાઈ પોલીસમાં ખોટી અરજી આપી ત્રાસ આપતા હોવાની યુવકની પો. કમિશનરને રાવ
શહેરનાં નહેરૂૂનગર વિસ્તારમાં રહેતા સમીર યુનુસભાઇ જસરાયાએ પોપટપરામાં રહેતા હારૂૂન જુસબ ભગાડ, જાવેદ હારૂૂન ભગાડ વિરૂૂધ્ધ પોલીસ કમિશનરને અરજી આપી છે. તેમાં જણાવ્યાનુંસાર હારૂૂન ભગાડ સમીર જસરાયાનાં મામા છે અને જાવેદ ભગાડ તેનો પુત્ર છે. જેઓએ જુલાઇ 2024માં રાજકોટ જિલ્લા કલેકટરને એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ અરજી કરી હતી. જેના અનુસંધાને અમે (સમીર જસરાયા)એ વિવિધ ઓથોરિટી સમક્ષ વખતો વખત અમારો પક્ષ રાખ્યો હતો. જિલ્લા કલેકટરે આજદિન સુધી અમારા વિરૂૂધ્ધ કોઇપણ ગુન્હો નોંધવા અથવા કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ નથી કર્યો. જેનો ખાર રાખીને હારૂૂન જુસબભાઇ ભગાડ અને તેના પુત્ર જાવેદ હારૂૂનભાઇ ભગાડએ અમારા વિરૂૂધ્ધ પોલીસમાં ખોટી અરજીઓ કરી હતી.
આમ છતાં અમારા વિરૂૂધ્ધ લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો ન નોંધાતા હાલ પણ બંને પિતા-પુત્રએ અમને માનસિક ત્રાસ આપવા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ખોટી અરજી કરી છે. જે અરજીમાં દર્શાવેલ તમામ હક્કિત ખોટી અને ઉપજાવી કાઢેલી હોવાથી તે ધ્યાને લેવા સમીર યુનુસભાઇ જસરાયાએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું છે. ઉપરોકત લેન્ડ ગ્રેબીંગની અરજીવાળી મિલ્કત સંદર્ભે હાલ રાજકોટનાં ચોથા સિનિયર સિવિલ જજ બી.પી.ઠાકર સમક્ષ અમારા ભાઇનાં પત્ની રજીયાબેન અબ્બાસભાઇ જસરાયાએ સિવિલ દાવો કર્યો છે જે દાવો કોર્ટમાં પેન્ડીંગ હોય જેનો ખાર રાખીને હારૂૂન જુસબભાઇ ભગાડએ રાજકોટ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અમારા વિરૂૂધ્ધ ખોટી અરજી કરીને અમને માનસિક ત્રાસ આપી અમને ખોટા કેસમાં ફીટ કરી દેવાનીધમકી આપતા આવે છે. તેઓનાં ત્રાસથી અમારા મૃતક નાનાભાઇ અબ્બાસ જસરાયાનો પરિવાર પણ માનસિક ત્રાસથી પીડાઇ રહ્યો છે. જે ધ્યાને લેવા પોલીસ કમિશનરને અરજ કરી છે. ઉપરોકત આરોપીઓએ અમારા વિરૂૂધ્ધ અલગ-અલગ ફરિયાદોનો તથા એન્ટી લેન્ડ ગ્રેબીંગ અરજીનો તથા સિવિલ દાવાનો નિકાલ ન આવતાં હાલની ફરિયાદ અરજી સાથે કોઇ પણ પુરાવો રજૂ કર્યો નથી. જેથી ન્યાયનાં હીતમાં અમારા વિરૂૂધ્ધ કરેલી અરજીઓનો વિગતવાર રેકોર્ડ મંગાવી તપાસ કરી આરોપીઓ વિરૂૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 217 તથા 248(વી) મુજબનો ગુનો નોંધવા હુકમ કરવા અરજ કરી છે.