1 કરોડના 10 કરોડ માંગતા યુવાન ગુમ, ભાઇના હાથ-પગ ભાંગી નાખ્યા
રાજકોટમાં ગુનાખોરી ડામવા પોલીસની ઝુંબેશ વચ્ચે રાજકીય ઓથ ધરાવતા વ્યાજખોરોનો આતંક
1 કરોડ સામે 55 લાખ ચૂકવી દીધા છતા 10 કરોડ માંગ્યા, ભયના માર્યા ચિઠ્ઠી લખી યૂવક નાસી જતા તેના ભાઇ પાસે ઉઘરાણી કરી ખૂની હુમલો
રાજકોટ શહેરમા છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા પેટ્રોલીંગ અને કોમ્બીંગ કરવામા આવી રહયુ છે . આ ઝુંબેશ વચ્ચે ગાંધીગ્રામ વિસ્તારમા ઓફીસ ધરાવતા અને રાજકીય ઓથ ધરાવતા બે વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે . જેમા 1 કરોડની સામે 10 કરોડની ઉઘરાણી કરતા શાસ્ત્રી નગરનો યુવાન ચીઠ્ઠી લખી ગુમ થઇ ગયો હતો અને આ પૈસાની ઉઘરાણી કરવા માટે ગુમ યુવાનનો તલાટી મંત્રી ભાઇ કાલાવાડથી પોતાની નોકરી પુરી કરી ઘરે પરત ફરતો હતો. ત્યારે વડવાજળી નજીક વ્યાજખોરોએ આતરી ધોકા વડે હુમલો કરી તેનાં હાથ-પગ ભાંગી નાખ્યા હતા. આ ઘટના મામલે યુનિવર્સીટી પોલીસ મથકમા વ્યાજખોરીની ફરીયાદ નોંધાઇ હતી . જયારે મેટોડા પોલીસ મથકમા હત્યાનાં પ્રયાસ અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામા આવ્યો હતો.
રાજકોટ શહેરનાં શિતલ પાર્ક પાસે શાસ્ત્રી નગરમા રહેતા યુવાને બે વ્યાજ ખોરોનાં ત્રાસથી કંટાળી ચીઠ્ઠી લખી ઘર મુકી કયાક જતો રહયો હતો. આ મામલે યુવકનાં પિતાએ બંને વ્યાજખોરો સામે ફરીયાદ નોંધાવી છે.
આ ઘટનામા શાસ્ત્રીનગર શેરી નં પ મા રહેતા વિનુભાઇ મેપાભાઇ વિરડા (ઉ.વ. 60 ) એ પોતાની ફરીયાદમા રામાપીર ચોકડી પાસે જાન્કી કોમ્પલેક્ષમા જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની ઓફીસ ધરાવતા વિજય મકવાણા અને ભાવેશ મકવાણા વિરુધ્ધ વ્યાજખોરી અંગેની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદી વિનુભાઇએ જણાવ્યુ હતુ કે તેમને સંતાનમા બે દીકરા દિલીપ અને વિશાલ છે . ગઇ તા. 11/10 નાં રોજ પુત્ર વિશાલ ઘરેથી કોઇને કહયા વગર ઘર છોડી કયાક જતો રહયો હતો . આ મામલે યુનિવર્સીટી પોલીસ મથકમા ગુમસુદા થઇ હતી . ત્યારબાદ તા. 14-10 નાં રોજ યુવક પોતાની રીતે ઘરે પરત આવી ગયો હતો અને પુછતા તેમણે વિજય મકવાણા અને ભાવેશ મકવાણા જે બંને ભાઇઓ તેમની સોસાયટીમા રહેતા હોય તેની ઓફીસ રામાપીર ચોકડી પાસે જાનકી કોમ્પલેક્ષમા જય દ્વારકાધીશ નામની ઓફીસ ચલાવતા હોય તેમની પાસેથી નાણા વ્યાજે લીધા હતા અને તેનુ વ્યાજ ચડી જતા અને આ બંને વ્યાજ ખોરો પૈસાની ઉઘરાણી કરતા હોય અને વિશાલ પૈસા આપી શકે તેમ હોય જેથી કંટાળી ઘરેથી કયાક જતો રહયો હતો. ત્યારબાદ તેમનાં પિતાએ વિશાલને કેટલા પૈસા આવપાનાં છે . તે અંગે વાત કરતા તેમણે પ્રસંગ પુરા થયા બાદ હકીકત જણાવવાનુ કહયુ હતુ.
ત્યારબાદ ફરી વિશાલ તા. 31-10 નાં રોજ સવારે એક ચીઠ્ઠી ઘરમા મુકી કયાક જતો રહયો હતો અને તેમા લખ્યુ હતુ કે વિજય મકવાણા અને ભાવેશ મકવાણા પાસેેથી અંદાજીત એક કરોડ લીધા હતા. તેમની સામે બંનેને પપ લાખ રૂપીયા આપી દીધા હતા . આમ છતા આરોપીઓ 2.39 લાખની ઉઘરાણી કરતા હતા અને આ રકમ વિશાલ આપી શકે તેમ હતો નહી અને આરોપીઓ મુળ રકમ પર 40 ટકા વ્યાજ લગાવી વધુ 10 કરોડની ઉઘરાણી કરતા અને મારી બધી મિલ્કત વેચી નાખુ તો પણ આ બંનેને આ નાણા આપી શકુ તેમ ન હોય જેથી વિજય મકવાણા અને ભાવેશ મકવાણાનાં ત્રાસથી ઘર છોડી વિશાલ કયાક જતો રહયો હતો.
આ ઘટના અંગે યુનીવર્સીટી પોલીસ મથકનાં પીઆઇ એચ. એન. પટેલનાં માર્ગદર્શન હેઠળ એએસઆઇ વી. ડી. ઝાલા અને સ્ટાફે બંને વ્યાજખોરો વિરુધ્ધ ગુનો નોંધી તજવીજ શરુ કરી છે. આ ઘટનામા સુત્રોમાથી જાણવા મળ્યુ છે કે વિજય મકવાણા અને તેની સાથેનો વ્યાજખોર ભાવેશ મકવાણા બંને રાજકીય ઓથ ધરાવે છે. આ ઘટનામા વિજય મકવાણા વિરુધ્ધ અગાઉ પણ મારામારી સહીતની ફરીયાદો પોલીસ મથકમા નોંધાઇ ચુકી હોવાનુ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
માથાભારે વ્યાજખોરોએ યુવાનના તલાટી મંત્રી ભાઇને વડવાજળી પાસે આંતરી હત્યાનો પ્રયાસ કર્યો
150 ફૂટ રિંગરોડ પર શાસ્ત્રીનગરમાં રહેતાં દિલિપભાઇ વિનુભાઇ વિરડા (ઉ.વ.36) એ મેટોડામાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય નારણ મકવાણા અને ત્રણ અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તે મામલતદાર કચેરી કાલાવડ તાલુકામાં રેવન્યુ તલાટી તરીકે ત્રણેક વર્ષથી નોકરી કરે છે. તેનાથી નાનોભાઈ વિશાલ વર્લ્ડ ઇન બોક્સ ક્લાસીસ 150 ફુટ રીંગ રોડ, ઇન્દીરા સર્કલ પાસે ચલાવે છે. તેઓ રાજકોટથી કાલાવડ દરરોજ કારમાં અપડાઉન કરે છે ગઇ તા.6 ના તે કાલાવડથી સાંજના નોકરી પુરી કરી સાથે નોકરી કરતા વિપુલભાઈ કાલરીયા સાથે કાર લઇને રાજકોટ આવવા રવાના થયેલ આ દરમિયાન મેટોડા જી.આઈ.ડી.સી.થી થોડા આગળ વડ વાજડી ગામના પહેલા ગેઇટ પાસે પહોચતા એક બાઈક ચાલકે કાર આગળ પોતાનું બાઈક આડુ રાખી દીધેલ અને ત્યાં ટ્રાફીક હોય જેથી બ્રેક મારેલ તે દરમ્યાન બે અજાણ્યા માણસો ધોકા સાથે તેઓનો સાઇડ આવેલ અને લાકડાનો ધોકાથી ડ્રાઇવર સાઇડના દરવાજો તોડી નાખેલ અને કહેલ કે, તારો ભાઈ વિશાલ કયા છે? વિજયભાઇના પૈસા દેતો નથી જવાબ દેતો નથી વિજયભાઇએ કિધુ છે આજ તો તને પતાવી જ દેવો છે તેમ કહી તેમને બહાર કાઢવાની કોશીષ કરેલ પરંતુ સીટ બેલ્ટ નહી ખુલતા બંન્ને જણાએ ધોકાઓથી જેમ ફાવે તેમ મારવા લાગેલ અને માથામા ઉપરા ઉપરી એકથી વધારે વખત મારવા જતા તેઓએ વચ્ચે હાથ નાખતા બન્ને હાથે ઈજાઓ થયેલ હતી. જે અંગે મેટોડામાં ફરિયાદ નોંધાવી છે.
