For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખોરાણા ગામે રેલવે ફાટક પાસે ઢોર સાઇડમાં લેવાનું કહેતા યુવાનને ધમકી

04:02 PM Jun 06, 2025 IST | Bhumika
ખોરાણા ગામે રેલવે ફાટક પાસે ઢોર સાઇડમાં લેવાનું કહેતા યુવાનને ધમકી

કુવાડવા નજીક આવેલા ખોરાણાં ગામે રેલવે ફાટક નજીક ઢોરને સાઈડમાં લઇ લેવાનું કહી યુવાનને ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

વધુ વિગતો મુજબ ખોરાણાં ગામે રહેતા ધર્મેશભાઇ પ્રેમજીભાઇ સોલંકી(ઉ.વ.40) એ જયેશભાઇ બટુકભાઇ હાડગરડા, બટુક તેજાભાઈ અને ચના મલાભાઈનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.ધર્મેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા પિતાજી સને 2020મા કેન્સરની બીમારી સબબ મરણ ગયેલ છે.

ગઈકાલ સાંજના હું રાજકોટથી બાઇક લઇને મારા ગામ ખોરાણા જતો હતો ત્યારે ખોરાણા રેલ્વે ફાટક પાસે પહોચતા ફાટક બંધ હોઇ જેથી માણસો ઉભેલ હતા તેમ જ અમારા ગામના જયેશભાઇ બટુકભાઇ હાડગરડા ઉભા હોય જેની આગળ તેના ઢોર ઉભેલ હતા અને થોડી વારમા ફા ટક ખુલેલ જેથી મે જયેશભાઇને કહેલ કે તમારા ઢોર સાઇડમા લઇ લો જેથી હુ નીકળી જાવ તેમ કહેતા જયેશભાઇએ મને ગાળ બોલેલ તેટલી વારમા જયેશભાઇના પિતા બટુકભાઇ તેજાભાઈ હાડગરડા જયેશભાઇના કુટુંબી ચનાભાઇ મલાભાઇ હાડગરડા આવી ગયેલ અને જયેશભાઇએ મને કહેલ કે તારાથી શુ થાય જેટલા હોય એટલા હોય એટલા આવી જાવ તેમ કહી ચનાભાઇએ મારા પર લાકડી ઉગામેલ હતી.

Advertisement

આ વખતે મારા કાકાનો દિકરો નરેન્દ્રભાઈ ડાયાભાઈ સોલંકી આવી ગયો અને તેણે ચનાભાઇને રોકેલ અને આ લોકોએ અમને કહેલ કે તમારે જે કરવુ હોય તે કરી લો તેમ બોલતા હતા તેવામા આસપાસથી માણસો આવી ગયેલ અને અમોને જુદા પાડેલ અને તેઓ જતા રહેલ અને અમે ત્યા ઉભા હતા.ત્યારે ચનાભાઇ તથા જયેશભાઇ લાકડી લઇ આવેલ અને બટુભાઇના હાથમા પાણા લઇ અમારી પાસે આવેલ અને અમને ગાળો આપવા લાગેલ અને બોલાચાલી કરેલ જેથી અમને આસપાસ વાળા માણસોએ છુટા પાડેલ હતા.આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement