બેંગલુરુની કોલેજના વોશરૂમમાં ગર્લફ્રેન્ડ પર યુવકનો બળાત્કાર
પીડિતા અને આરોપી એકબીજાને ઓળખતા હતા
બેંગલુરુથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં એક યુવકે પોતાના જ મિત્ર પર બળાત્કાર કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે, જેણે છોકરી સાથે વોશરૂૂમમાં દુષ્કર્મ કર્યું હતું.
આરોપીની ઓળખ જીવન ગૌડા તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. તે છઠ્ઠા સેમેસ્ટરનો વિદ્યાર્થી છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. હાલની માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લોકો ચોંકી ગયા છે.
મળતી માહિતી મુજબ, આ કથિત ઘટના 10 ઓક્ટોબરના રોજ બની હતી. પીડિતા તે જ કોલેજની વિદ્યાર્થીની છે અને સાતમા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણીએ પાંચ દિવસ પછી, 15 ઓક્ટોબરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ નોંધાવેલી એફઆઇઆર મુજબ, ભારતીય દંડ સંહિતાની કલમ 64 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
એફઆઇઆરમાં જણાવાયું છે કે પીડિતા અને આરોપી એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા. તેઓ પહેલા ક્લાસમેટ હતા. જોકે, બેકલોગને કારણે જીવન ગૌડા એક સેમેસ્ટર પાછળ પડી ગયા હતા. ઘટનાના દિવસે, પીડિતા કથિત રીતે ગૌડાને કેટલીક વસ્તુઓ લેવા માટે મળી હતી.
લંચ બ્રેક દરમિયાન, જીવન ગૌડાએ પીડિતાને ઘણી વખત ફોન કર્યો અને સાતમા માળે બોલાવી. જ્યારે પીડિતા આવી, ત્યારે આરોપીએ કથિત રીતે તેણીને બળજબરીથી ચુંબન કર્યું. જ્યારે તેણીએ લિફ્ટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે છઠ્ઠા માળે તેની પાછળ ગયો. ત્યારબાદ તે તેને પુરુષોના શૌચાલયમાં લઈ ગયો, જ્યાં તેણે તેની સાથે બળાત્કાર કર્યો.