આટકોટના મોટા દડવામાં યુવાનની હત્યા
મોઢા ઉપર ત્રિકમના ઘા ઝીંકી રહેંસી નાખ્યો, પરિણીત પ્રેમિકા અને તેના સંતાનો સામે શંકા
આટકોટના મોટા દડવામા બે દીવસ પહેલા યુવાન પર જીવલેણ હુમલો કરવામા આવતા તેમને બેભાન હાલતમા રાજકોટ શહેરની સિવીલ હોસ્પીટલમા ખસેડાયો હતો. જયા તેનુ ચાલુ સારવાર દરમ્યાન આજરોજ મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો હતો. આ ઘટના પાછળ મૃતકની પરણીત પ્રેમીકા અને તેમનાં સંતાનો સામેલ હોવાનુ પ્રાથમીક તપાસમા જાણવા મળ્યુ છે. હાલ આટકોટ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે પરણીત પ્રેમીકા અને સંતાનોને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે.
વધુ વિગતો મુજબ જેતપુરનાં મેવાસા ગામે રહેતા મુકેશ પીસુભાઇ વસુનીયા (ઉ. વ. 30 ) નામનાં યુવાને પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ 4 ભાઇ બે બહેન છે . જેમા થાવુભાઇ ઉર્ફે મહેશભાઇ (ઉ.વ. 40) કે જેઓને રેશમાબેન ઉર્ફે જાઉડા સાથે પ્રેમ સબંધ હોય જેથી બે વર્ષથી બંને સાથે રહેતા હતા અને તેઓ છેલ્લા છ મહીનાથી મોટા દડવા ગામે આવેલી ગીરીશભાઇ પારઘીની વાડી ભાગવી રાખી વાવતા હતા . તેમની સાથે રેશમાબેનનાં સંતાનો પુત્ર કુનો અને દીકરી લીલા પણ રહેતી હતી. આ થાવની પત્ની હાલ અલગ રહેલ છે.
ગઇ તા. 11 નાં રોજ મુકેશભાઇ પોતાનાં કામમા હતા ત્યારે ભાઇ થાવનાં શેઠ ગીરીશભાઇનો ફોન આવ્યો હતો કે તેમનો ભાઇ થાવુ વાડીમા આવેલી ઓરડીમા લોહી લુહાણ હાલતમા પડયો છે અને તેનાં મોઢે ગંભીર ઇજાઓ થઇ છે . તેમને 108 મારફતે ગોંડલની સરકારી હોસ્પીટલમા લઇ જવાયો છે.
જેથી મુકેશ અને તેમનાં પરીવારજનો તુરંત ગાડીમા બેસી ત્યા પહોચ્યા હતા અને તેમનાં ભાઇ મહેશની હાલત અતી ગંભીર હોય અને હાલ બેભાન હાલતમા હોય જેથી તેમનાં વાડી માલીક ગીરીશભાઇને બનાવ બાબતે પુછતા તેમણે જણાવ્યુ હતુ કે તેઓ સવારે છ વાગ્યે વાડીએ ગયા ત્યારે ઓરડીનુ બારણુ બંધ હતુ અને બારણુ ખોલતા અંદર મહેશ લોહી લુહાણ હાલતમા પડયો હતો.
તેમજ ત્યા બાજુમા લોહીવાળો ત્રીકમ પડયો હતો. તેથી મહેશને હેમરેજ હોવાનુ જાણવા મળ્યુ હતુ. અને માથામા 14 ટકા લેવામા આવ્યા હતા. તેમજ તેમને વધુ સારવાર માટે રાજકોટ શહેરની સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો હતો આ મામલે પોલીસે મહેશ સાથે રહેતી રેશમા અને તેમનાં સંતાનો હાલ ત્યાથી જતા રહયા હોય અને તેમનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોય જેથી આ ત્રણેયએ મળીને મહેશ પર હુમલો કર્યો હોવાનુ પ્રાથમીક તપાસમા શંકા છે . જેથી પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી ફરાર થયેલા રેશ્મા અને તેનાં સંતાનોની શોધખોળ શરુ કરી છે.