For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટડીમાં વોંકળા પાસે બેસવા મામલે યુવાનની હત્યા

11:35 AM Dec 11, 2024 IST | Bhumika
પાટડીમાં વોંકળા પાસે બેસવા મામલે યુવાનની હત્યા
Advertisement

પાટડીમાં ગરનાળા પર બેસવાની સામાન્ય બાબતે યુવાન પર છરી વડે હુમલો કરાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં યુવાનને પેટના ભાગે છરી વાગતા પાટડી હોસ્પિટલે લઇ જવાયા બાદ ત્યાંથી સુરેન્દ્રનગર અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે પાટડી પોલીસ દ્વારા હત્યારા આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાટડી ખાતે ગત તા. 4 ડિસેમ્બરના રોજ 30 વર્ષનો યુવાન ગૌતમભાઈ મુળજીભાઈ સુરેલા પોતાના ઘરની બહાર ગટરના ગરનાળા ઉપર બેઠો હતો,ત્યારે પાટડી ખાતે રહેતા કાનો ઉર્ફે જયદીપભાઈ રાવળનો ગૌતમભાઈના મોબાઈલ પર ફોન આવતા એને ભૂંડાબોલી ગાળો આપતા ગૌતમભાઈએ ગાળો બોલવાની ના પાડતા એને ઉશ્કેરાઈ જઈને તું અત્યારે ક્યાં છું, એમ કહેતા ગૌતમભાઈએ કહ્યું હતું કે, હું પાટડી ઇન્દિરાનગરના ગટરના ગરનાળા પર બેઠો છું એમ કહેતા થોડીવારમાં જ કાનો ઉર્ફે જયદીપભાઈ રાવળે કમારામાંથી છરી કાઢી ગૌતમભાઈના પેટના પડખામાં ડાબી બાજુ છરીનો જોરદાર ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. એટલામાં એનો સાગરીત પાર્થ રાવળ પણ ત્યાં આવી જતા બંને જણાએ ગૌતમભાઈને ઢીંકાપાટુનો માર મારી ગટરમાં પાડી દઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

Advertisement

બાદમાં ગૌતમભાઈને ઘટના સ્થળે દોડી આવેલા પરિવારજનો દ્વારા 108 એમ્બ્યુલન્સ વાનમાં પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા બાદ એમની હાલત નાજુ્ક જણાતા ફરજ પરના હાજર તબીબે એમને સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા.જ્યાં એમને પેટમાં ગંભીર ઈજાના પગલે ઓપરેશન કરવાની જરૂૂર હોઈ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરી ઓપેરશન કરવામાં આવ્યું હતું.

અને મંગળવારે ગૌતમભાઈનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજતા આ સામાન્ય ઝઘડો હત્યામાં ફેરવાયો હતો.જયારે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ બાદ પાટડી લવાતા પરિવારજનોમાં હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.જયારે પાટડી પીએસઆઇ એ.કે.વાઘેલા સહિતના પોલીસ સ્ટાફે આ બનાવના હત્યારા આરોપી કાનો ઉર્ફે જયદીપ રાવળ અને પાર્થ રાવળને પોલીસે ઝબ્બે કરી એમની વિરુદ્ધ હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ એ.કે.વાઘેલા ચલાવી રહ્યા છે. આ હત્યાની ઘટનાના પગલે ધ્રાંગધ્રા ઉુતા જે.ડી.પુરોહિત પણ પાટડી દોડી ગયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement