For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં પ્રેમલગ્નના 10મા દિવસે યુવાનની હત્યા

01:42 PM Oct 18, 2024 IST | Bhumika
જૂનાગઢમાં પ્રેમલગ્નના 10મા દિવસે યુવાનની હત્યા
Advertisement

પુર્વ પતિએ બે શખ્સો સાથે મળી હત્યાને આપ્યો અંજામ, ચાર વર્ષ પહેલાં યુવતીના પિતાની પણ હત્યા કરી હતી

જૂનાગઢમાં રહેતી એક યુવતીએ ચાર વર્ષ દરમિયાન કરેલા બે પ્રેમલગ્નમાં બે સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે. ચાર વર્ષ પહેલા જે યુવક સાથે પ્રથમ પ્રેમલગ્ન કર્યા હતા તે યુવકે જ અન્ય લોકો સાથે મળી યુવતીના પિતાની હત્યા નિપજાવી હતી. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

જૂનાગઢના ગોલાધર ગામમાં રહેતી 24 વર્ષીય યુવતી મીતલ રોજાસરાએ 2020માં ગોલાધર ગામના જ અજય મકવાણા સાથે લવમેરેજ કર્યા હતા. પરંતુ, મિતલના પિતાને આ લગ્ન મંજૂર ન હોવાથી અજય મકવાણા અને તેના પરિવાર સાથે માથાકૂટ થતી રહેતી હતી. જેથી 8 ઓગસ્ટ 2020ના રોજ મિતલના પિતા જ્યારે ગાયો ચરાવવા માટે નીકળ્યા હતા ત્યારે અજય મકવાણા, તેના ત્રણ ભાઈઓ અને માતા-પિતાએ મળી તિક્ષણ હથિયારોથી હુમલો કર્યો હતો. જે તે સમયે ગંભીર રીતે ઘવાયેલા મિતલના પિતાનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

ભૂતકાળ ભૂલીને મિતલે નવી જિંદગીની શરૂૂઆત કરવા 10 દિવસ પહેલા જ ગોલાધર ગામના જય કાલરિયા નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ, હત્યા કેસમાં જેલમાંથી બહાર આવેલા અને પૂર્વ પત્નીના પ્રેમલગ્નથી નારાજ અજય મકવાણાએ તેના બે ભાઈઓ સાથે મળી જય અને મિતલને સાત દિવસ પહેલા ગોલાધર ગામમાં જ પાઈપ અને હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં જય કાલરિયાને ગંભીર ઈજાઓ પહોંચતા જૂનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવારની જરુર પડતા અમદાવાદ લઈ જવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ, તે અમદાવાદ પહોંચે તે પહેલા જ રસ્તામાં મોત નિપજ્યું હતું.

ગોલાધર ગામની યુવતી મિતલ કાલરીયાએ જણાવ્યું હતું કે, દસ દિવસ પહેલા જ ગોલાધર ગામના જય કાલરીયા સાથે મેં લવ મેરેજ કર્યા હતા. ગામમાં જ રહેતા અજય મકવાણા, વિજય મકવાણા અને મિલન મકવાણાએ લોખંડનો પાઇપ, લાકડી વડે અમારા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ત્રણેય યુવકો દ્વારા મને અને જયને ઢોર મારવામાં આવ્યો હતો. જેમાં જયને માથાના ભાગે અને શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે જયને સારવાર માટે જુનાગઢ સિવિલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ સાત દિવસ જુનાગઢ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેનું મૃત્યુ થયું છે.આ ઘટનામાં મને ન્યાય મળે તેવી જ પોલીસ પાસે માંગણી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement