વવાણિયા ગામે શિકાર બાબતે માથાકૂટમાં યુવાનની હત્યા થઈ’તી : બે શખ્સો ઝડપાયા
માળિયા તાલુકન વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા મિત્રોને બોલાચાલી થયા બાદ ઉગ્ર ઝઘડો થતા બંદુક વડે ફાયરીંગ કરી યુવાનની હત્યા નીપજાવવામાં આવી હતી જે બનાવ મામલે માળિયા પોલીસે ગુનો નોંધી હત્યાના ગુનામાં સંડોવાયેલ બે ઇસોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના મહેન્દ્રપરા શેરી નં 10 માં રહેતા ગુલામહુશેન અબ્દુલ પીલુડીયા (ઉ.વ.62) પીલુડીયા (ઉ.વ.62) વાળાએ આરોપી અસ્લમ ગફુર મોવર રહે વાવડી રોડ મોરબી અને જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડા રહે માળિયા (મી.) એમ બે આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા વસીમ પીલુડીયા અને આરોપીઓ અસ્લમ મોવર તેમજ જાવેદ જેડા ત્રણેય વવાણીયા ગામની સીમમાં શિકાર કરવા ગયા હતા ત્યારે આરોપી અસ્લમે ઝાડીમાં છુપાવેલ દેશી બનાવટની બંદુક કાઢી લોડ કરી હતી અને શિકારની રાહમાં હતા ત્યારે શિકાર આવી જતા ફરિયાદીના દીકરા વસીમને શિકાર કરવા બાબતે બંને આરોપી સાથે બોલાચાલી થઇ હતી.
જે બોલાચાલી ઉગ્ર બનતા ઝઘડો થયો હતો જેનું મનદુ:ખ રાખી આરોપી જાવેદે દેશી બંદુકમાંથી ભડાકો કરી ફરિયાદીના દીકરા વસીમને ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ તેમજ જીપી એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી અને માળિયા પોલીસે બંને આરોપી અસ્લમ મોવર અને જાવેદ જેડાને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે માળિયા પોલીસે હત્યાના ગુનામાં વપરાયેલ દેશી બંદુક અને બાઈક સહિતનો મુદામાલ કબજે લીધો છે.આરોપી જાવેદના મોટા બાપુનું તાજેતરમાં અવસાન થયું હતું અવસાન બાદ તેમની ધાર્મિક વિધિઓ પત્યા બાદ દાવતની રસમ નિભાવવા અને તે દાવત માં શિકારી કરીતેનું માંસની રસોઈ બનાવી પીરસવાના ઉદેશથી આ લોકો શિકાર માટે ગયા હતા અને બાદમાં ત્યાં ઝઘડો થતા બનાવ હત્યામાં પલટાયો હતો.