કલ્યાણપુરમાં પટકાઈ જતાં હેમરેજથી યુવાનનું મોત
11:50 AM Sep 30, 2025 IST | Bhumika
ફીટની બીમારીના કારણે બનાવ બન્યો
Advertisement
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેઘાભાઈ પરમાર નામના 36 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર ફીટની બીમારી હોવાથી એકાએક બીપી લો થઈ જતાં ફીટ આવી ગઈ હતી, અને નીચે પટકાઈ પડ્યો હતો.
જેમાં તેને માથાના ભાગે ઇજા થઈ હતી, અને તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
Advertisement
આ બનાવ અંગે મૃતકના માતા જેઠીબેન મેઘાભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલિસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
