ડ્રોમાં ભરેલા રૂપિયાની માંગણી કરતા યુવાન ઉપર છરી વડે હુમલો
04:36 PM Jun 09, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
શહેરમાં વાણિયાવાડીમાં રહેતા ઈસાન ઉર્ફે કાલી સવજીભાઈ ચેખલિયા ઉ.વ. 31 રાત્રીના 8 વાગ્યાના અરસામાં મક્કમ ચોક પાસે હતો ત્યારે બાબભાઈ ઉર્ફે મામો નામના શખ્સે છરી વડે હુમલો કરી છરીના બે ઘા ઝીંકી દીધા હતાં. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હુમલાખોર બાબભાઈ ઉર્ફે મામોને ડ્રોના નામે રૂપિયા 1100 લેખે 36 હપ્તા ચુકવ્યા હતાં. જે રૂપિયાની માંગણી કરતા હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.